ઉનાળાના આગમન સાથે જ લીંબુના ભાવમાં ભડકો, પ્રતિ કિલો રૂ.100થી 120


  • Published By :
  • Published Date : 2023-02-19 19:35:32

રાજ્યમાં ઉનાળાના આગમન સાથે જ લીંબુના ભાવ પણ અસહ્ય વઘારો થતો જોવા મળે છે. વિવિધ શહેરોમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે, હજુ તો ઉનાળાની શરૂઆત છે. રાજ્યના અમદાવાદ, રાજકોટ સહિતના મોટા શહેરોમાં લીંબુના ભાવે સદી ફટકારી છે. શાકભાજી માર્કેટમાં એક કિલો લીંબુનો ભાવ 100થી 120 રૂપિયા જેટલો ચાલી રહ્યો છે. શિયાળા દરમિયાન આ જ લીંબું 40 રૂપિયા પ્રતિ કિલો વેચાતા હતા. લીંબુમાં ભાવ વધતા રાજ્યમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.


લીંબુમાં ભાવ વધારો શા માટે?


રાજ્યમાં લીંબુના ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ લોકોની આરોગ્ય પ્રત્યે વધી રહેલી જાગૃતી છે. લોકો ઉનાળામાં ગરમીથી બચવા અને લૂ ન લાગે તે માટે લીંબુનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે. લીંબુ શરબત, લીંબુ સોડા વગેરેનો આગ્રહ રાખે છે. તે ઉપરાંત લીંબુમાં વિટામીન સીનું પ્રમાણ પણ વધુ હોવાથી લોકો ઉનાળામાં લીંબુ ખરીદવા પ્રેરાય છે. જો કે લીંબુની માગના પ્રમાણમાં ઉનાળામાં ઉત્પાદન ઘટી ગયું છે તેથી સ્વાસ્થ્યવર્ધક અને રોજિંદા ઉપયોગી એવા લીંબુના ભાવમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. ઉનાળામાં લીંબુની માગ વધશે તેમ ભાવ પણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?