ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આવતી કાલથી શરૂ થઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસે વિધાનસભામાં હોદેદારોની નિમણુંક કરી છે. જેમાં કોંગ્રેસ પક્ષના દંડક તરીકે ડો સી જે ચાવડાની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પાંચ પ્રવક્તાની નિમણુંક કરવામાં આવી છે. કોંગ્રેસને વિપક્ષ તરીકે બેસવા અંગે હજુ અનેક સવાલો છે ત્યારે કોંગ્રેસે વિધાનસભામાં વિવિધ હોદેદારોની નિમણુંક કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે કોંગ્રેસ પાસે વિપક્ષના નેતાનું સ્થાન નથી.
ગુજરાત કોંગ્રેસના દંડક તરીકે ડૉ. સીજે ચાવડાની નિયુક્તિ,
અનંત પટેલ, જીજ્ઞેશ મેવાણી અને ગેનીબેન ઠાકોરને પ્રવક્તા બનાવ્યા,
વિમલ ચૂડાસમા, ઈમરાન ખેડાવાલા અને કિરીટ પટેલને ઉપદંડક બનાવ્યા#Gujarat #JAMAWAT pic.twitter.com/VuEZZ3Qzud
— Jamawat (@Jamawat3) February 22, 2023
આવતી કાલથી બજેટ સત્રનો પ્રારંભ
ગુજરાત કોંગ્રેસના દંડક તરીકે ડૉ. સીજે ચાવડાની નિયુક્તિ,
અનંત પટેલ, જીજ્ઞેશ મેવાણી અને ગેનીબેન ઠાકોરને પ્રવક્તા બનાવ્યા,
વિમલ ચૂડાસમા, ઈમરાન ખેડાવાલા અને કિરીટ પટેલને ઉપદંડક બનાવ્યા#Gujarat #JAMAWAT pic.twitter.com/VuEZZ3Qzud
વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપને મળેલી જબદસ્ત જીત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારની બીજી ટર્મ શરૂ થઈ છે. ત્યારે 15 મી વિધાનસભાનું આ પ્રથમ બજેટ મળવા જઈ રહ્યું છે. ત્યારે આવતી કાલે તારીખ 23 ફેબ્રુઆરીના રોજ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહને સંબોધન કરશે. જે બાદ વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના સંબોધનને લઈ આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. વર્ષ 2023-24 નું બજેટ 24 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ગૃહમાં નાણાં મંત્રી કનુ પટેલ વિધાનસભામાં નાણા પ્રધાન તરીકે બીજું બજેટ રજૂ કરશે. આ દરમિયાન બિનઅધિકૃત વિકાસ નિયંત્રણ સુધારા વિધેયક 2023 પણ રજૂ કરાઈ શકે છે. આ સત્ર બજેટનું સત્ર હોવાથી બજેટ પર સામાન્ય ચર્ચા અને માંગણી ઉપર ચર્ચા તેમજ મતદાન માટે બેઠકો થશે. વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા બજેટ પર 16 બેઠકમાં ચર્ચા થશે. 25 દિવસ ચાલનારા આ સત્રમાં સરકાર બજેટ રજૂ કરશે. સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે.
તોફાની બની રહેશે સત્ર
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર તોફાની બને તેવી શક્યતા છે. વિરોધ પક્ષો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અદાણી, પેપરલીક, દર્શન સોલંકી, ડ્રગ્સ સહીતના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. હવે જોવાનું એ છે કે કોંગ્રેસ અને આપના ધારાસભ્યો સરકારને ઘેરવામાં કેટલા સફળ રહેશે.
કોંગ્રેસને નહીં મળે વિધાનસભા પદ
વિધાનસભામાં કોંગ્રેસને વિપક્ષના નેતાના પદ મુદ્દે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ખુલાસો કર્યો છે. શંકર ચૌધરીના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ પાસે વિધાનસભામાં પુરતું સંખ્યા બળ ન હોવાથી કોંગ્રેસને વિધાનસભામાં વિપક્ષનું પદ મળશે નહી. વિધાનસભામાં વિપક્ષ પદ માટે 10 ટકા સંખ્યાબળ હોવુ જરૂરી છે પરંતુ પુરતુ સંખ્યાબળ ન હોવાથી વિપક્ષના નેતાનું પદ કોંગ્રેસને મળશે નહીં.