ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ શું છે તે આપણે જાણીએ છીએ. શિક્ષણનું સ્તર સતત કથળી રહ્યું છે તેવી વાતો અનેક વખત કરવામાં આવે છે. શાળાઓમાં શિક્ષકોની ઘટ છે તે વાતનો સ્વીકાર વિધાનસભામાં સરકાર દ્વારા કરવામાં આવ્યો. ત્યારે શિક્ષકોની ઘટનો મુદ્દો ફરી એક વખત વિધાનસભામાં ઉઠ્યો છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે તેમના દ્વારા ધોરણ 9 તેમજ ધોરણ 10માં વૈદિક ગણિત શરૂ કરવામાં આવ્યું તો અમિત ચાવડાએ કહ્યું કે શિક્ષકો જ નથી તો ગણિત કોણ ભણાવશે?
વિધાનસભામાં ફરી ઉઠ્યો શિક્ષકોની ભરતીનો મુદ્દો!
ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ઘટ છે તેનો સ્વીકાર સરકારે ખુદ વિધાનસભામાં કર્યો છે. અનેક શાળાઓ એવી છે જે એક શિક્ષકના ભરોસે ચાલે છે. શિક્ષણ મંત્રી જ્યારે પણ શિક્ષકોને લઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકે છે ત્યારે એવી કમેન્ટ કરવામાં આવે છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરો. થોડા સમય પહેલા વિધાનસભામાં શિક્ષકોની ઘટ અંગેનો મુદ્દો ઉઠ્યો હતો, સરકાર દ્વારા જે માહિતી આપવામાં આવી તે ચોંકાવનારી હતી. અનેક શાળાઓ આજે પણ એવી છે કે જે એક શિક્ષકના આધારે ચાલે છે. શાળામાં ભણવા માટે વિદ્યાર્થીઓ આવે છે પરંતુ તેમને ભણાવવા શિક્ષકો જ નથી હોતા,
શિક્ષણમંત્રીના નિવેદન પર અમિત ચાવડાએ કહ્યું કે....
વિધાનસભાના સત્રમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે ધોરણ 9 - તેમજ ધોરણ 10માં વૈદિક ગણિત શિખવાડવાનું શરૂ કરવામાં આવ્યું. આ વાત પર અમિત ચાવડાએ કહ્યું કે શાળામાં શિક્ષકો જ નથી તો ગણિત ભણાવશે કોણ? નવી શિક્ષણ નીતિ મુજબ 30 બાળકો માટે એક શિક્ષક રાખવાની જવાબદારી છે. મહત્વનું છે કે સરકાર દ્વારા જે આંકડા પેશ કરવામાં આવ્યા હતા તે ચોંકાવનારા હતા. ઉલ્લેખનિય છે કે શિક્ષક વગર કોઈ પણ વિષય બાળકો ના ભણી શકે... શિક્ષકો જ નહીં હોય તો દેશનું ભાવિ ક્યાંથી ભણી શકશે?