ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરશે LED રથ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 18:17:36

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે ત્યારે ભાજપ જન જન સુધી પહોંચવા પ્રયત્ન કરી રહ્યું છે. તમામ રાજકીય પાર્ટી પોતાની રીતે પ્રચાર કરી રહી છે. ભાજપે ડિજિટલ પ્રચારની આજથી શરૂઆત કરી છે. મુખ્યમંત્રીએ અને સી.આર.પાટીલે લીલી ઝંડી બતાવી રથનું પ્રસ્તાન કરાવ્યું હતું. ભાજપે ડિજિટલ પ્રચાર માટે LED રથ બનાવ્યા છે જેના માધ્યમથી 20 વર્ષના કામો લોકો સુધી પહોંચાડવામાં આવશે. વિકાસના કામો લોકોને LED બતાવશે. 182 વિધાનસભા ક્ષેત્રો માટે 182 અલગ અલગ રથ બનાવામાં આવ્યા છે.

  

મુખ્યમંત્રી અને સી.આર પાટીલે બતાવી લીલી ઝંડી

પ્રચાર પાછળ રાજકીય પાર્ટીઓ કરોડો રુપિયા ખરચી નાખતી હોય છે. પાણીની જેમ પૈસા વહેતા હોય છે. પ્રચાર પાછળ સૌથી વધારે ખર્ચો ભાજપ કરતી હોય છે. કોંગ્રેસ પણ પ્રચાર માટે પૈસા ખર્ચે છે પણ ભાજપ જેટલા નહીં. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે ત્યારે આ વખતે પણ ગુજરાતમાં કમળ ખીલે તે માટે ભાજપ પ્રચાર પર વધારે ધ્યાન આપી રહી છે. આ વખતે ભાજપે LED રથને મેદાનમાં ઉતાર્યો છે. જે મતવિસ્તારોમાં જઈ ભાજપના કામોને લોકો સુધી પહોંચાડશે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?