જાણો વાવાઝોડા દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે, વાવાઝોડા પહેલાં, દરમિયાન અને બાદમાં સુરક્ષા માટે શું કરવું જોઈએ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-12 10:52:31

બિપોરજોય વાવાઝોડું ગુજરાત તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. ગુજરાતથી માત્ર અમુક કિલોમીટર જ વાવાઝોડું દૂર છે. વાવાઝોડાની અસર દરિયાઓમાં દેખાઈ રહી છે. દરિયાઓ ગાંડાતુર બની રહ્યા છે. ઉંચા મોજાઓ ઉછળી રહ્યા છે. ભયાવહ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વાવાઝોડા પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર કચ્છની મુલાકાત મનસુખ માંડવિયા આવતી કાલે લઈ શકે છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દીધી છે. વાવાઝોડાને અનેક એવી બાબતો હોય છે જેને ધ્યાનમાં રાખવી જરૂરી હોય છે. ત્યારે જાણીએ વાવાઝોડા દરમિયાન તેમજ તેની બાદ કઈ બાબતો પર વધારે ધ્યાન રાખવું જરૂરી છે. 


વાવાઝોડા દરમિયાન અફવાઓ પર ન આપવું જોઈએ ધ્યાન!  

જ્યારે વાવાઝોડા જેવી ગંભીર વાતની ચર્ચાઓ કરવામાં આવતી હોય છે ત્યારે મહત્વનું છે કે અફવાઓ પર બિલકુલ વિશ્વાસ ન કરવો જોઈએ. અનેક એવી અફવાઓ ઉઠતી હોય છે જે ડરાવી પણ શકે છે પરંતુ તે સમય દરમિયાન અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ. બીજી વસ્તુ જેની પર ધ્યાન રાખવું જોઈએ એ છે કે અપડેટ માટે સતત સમાચારો જોતા રહો. મહત્વનું છે કે જો વિકટ પરિસ્થિતિનું સર્જન થાય અને ઘરને છોડવાનો વારો તેને ધ્યાનમાં રાખી જીવન ઉપયોગી ચીજવસ્તુઓની કિટ બનાવી જોઈએ જેનો ઉપયોગ આવા કપરા સમય દરમિયાન કરી શકાય. તે સિવાય મોબાઈલ ફોનને ચાર્જ રાખવો તેમજ કિંમતી વસ્તુઓને પહેલેથી જ વોટર પ્રુફ બેગ્સમાં રાખી સાચવી મૂકવા જોઈએ.  

   


વાવાઝોડા દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો!

જો વાવાઝોડા દરમિયાન અને તે બાદ ધ્યાનમાં રાખવા જેવી બાબતોની વાત કરીએ તો આ સમય દરમિયાન વીજળીનો ઉપયોગ કરવો ટાળવો જોઈએ. મેન સ્વીચ તેમજ ગેસની પાઈપલાઈનની મુખ્ય સ્વીચ બંધ કરવી જોઈએ. જો ઘર સુરક્ષિત ન હોય તો સુરક્ષિત સ્થળે સ્થાળાંતર વાવાઝોડું આવે તે પહેલા કરી લેવું જોઈએ. તે સિવાય ઘરના બારી બારણા બંધ રાખવા તેમજ વાવાઝોડા અંગેની સત્તાવાર રીતે આપવામાં આવતી માહિતી પર જ વિશ્વાસ કરવો જોઈએ. આ તો થઈ ઘર અંદર સાવચેતી રાખવાની વાત. જો ઘરના બહારની વાત કરવામાં આવે તો વાવાઝોડાથી બચવા જર્જરિત મકાનોમાં પ્રવેશ કરવો ન જોઈએ. તે સિવાય તૂટેલા વિજતાર તેમજ વિજથાંભલાથી દૂરી બનાવી જોઈએ. સુરક્ષિત જગ્યાઓ પર આવા સમયે આશરો લેવો હિતાવહ છે. તે સિવાય બેટરી પણ હાથવગું રાખવી જોઈએ. 


તંત્ર દ્વારા જે નિયમો બનાવવામાં આવે છે તેનું કરવું જોઈએ પાલન

મહત્વનું છે કે તંત્ર દ્વારા તો બચાવના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને કરવામાં પણ આવશે પરંતુ પોતાની સુરક્ષા તેમજ સલામતી માટે આપણે પણ જાગૃત રહેવું પડશે. એ પ્રમાણે તંત્ર દ્વારા નિયમો બનાવવામાં આવે તે પ્રમાણે પાલન કરવું જોઈએ. કારણે એ નિયમો આપણી સુરક્ષા માટે બનાવાયા હોય છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો જેમાં એલર્ટ બાદ પણ લોકો દરિયામાં મસ્તી કરતા દેખાયા હતા. આપણા પરિવારની સુરક્ષા આપણી જવાબદારી છે. દર્શકોને તેમજ વાંચકોને પણ વિનમ્ર અપીલ છે કે જે નિયમો બનાવવામાં આવ્યા છે તેનું પાલન કરે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?