કર્ણાટકમાં મતગણતરી શરૂ થતાં જ નેતાઓ પહોંચ્યા હનુમાનજીના મંદિર! પ્રિયંકા ગાંધીએ કર્યા બજરંગબલીના દર્શન! જૂઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-13 12:40:30

10 મેના રોજ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. મતદાનની મતગણતરી હાલ ચાલી રહી છે. કોંગ્રેસ હાલ ભાજપ તેમજ અનેક રાજકીય પાર્ટીઓ કરતા આગળ જોવા મળી રહી છે. કોંગ્રેસની જીત પાકી માનવામાં આવી રહી છે. ચૂંટણી પ્રચારમાં બજરંગબલીનો મુદ્દો અનેક વખત ઉઠ્યો છે. કોંગ્રેસે પોતાના ઘોષણા પત્રમાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી. પીએમ મોદીએ 'જય બજરંગ બલી'ના નારા પણ અનેક જનસભાઓમાં લગાવ્યા હતા. આ બધા વચ્ચે કર્ણાટકમાં મતગણતરી થરૂ થતાં જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી હનુમાન મંદિરે પહોંચ્યા હતા.શિમલા ખાતે આવેલા હનુમાન મંદિરમાં પ્રિયંકા ગાંધીએ પૂજા કરી હતી અને હનુમાનજી આગળ માથું નમાવ્યું હતું. તે સિવાય સીએમ બસવરાજ બોમ્મઈ પણ હનુમાનજીના શરણે ગયા હતા.

          


બજરંગબલીના મંદિરે પહોંચ્યા નેતાઓ! 

ચૂંટણી પ્રચારમાં અનેક વખત રાજકીય પાર્ટી દ્વારા ધર્મને વચ્ચે લાવવામાં આવતો હોય. કર્ણાટકમાં બજરંગબલીને લઈ રાજનીતિ ગરમાઈ હતી. કોંગ્રેસ દ્વારા જે ઘોષણા પત્ર બહાર પાડવામાં આવ્યો હતો તેમાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી. જે બાદ આ વાતનો મુદ્દો ભાજપ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારે કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર બનાવશે તેવું હાલ લાગી રહ્યું છે. ચૂંટણી ઢંઢેરો બહાર પડતા જ બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક જગ્યાઓ પર પાઠ કરવામાં આવ્યો હતો. આ બધા વચ્ચે પ્રિયંકા ગાંધી હનુમાનજીના શરણે ગયા છે. તે સિવાય કર્ણાટકના મુખ્યમંત્રીએ પણ હનુમાનજીના દર્શન કર્યા હતા.   




વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..