ચૂંટણીમાં પાર્ટી વિરૂધ્ધ કામ કરનારા ચોટીલા ભાજપના 10 નેતાઓ થશે સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-01-13 12:05:51

ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબધ્ધ પાર્ટી માનવામાં આવે છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પણ પાર્ટી હાઈકમાન્ડનું આદેશનું અક્ષરસ: પાલન કરતા રહે છે. જો કે ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના કેટલાક નેતાઓએ પક્ષ વિરોધી કાર્યવાહી  કરતા જણાયા હતા. વિધાનસભાની  ટિકિટ ન મળવાથી કે બીજા કારણોથી તેમણે ચૂંટણીમાં પાર્ટીને નુકસાન પહોંચાડવાના પ્રયાસો કર્યા હતા. હવે આ નેતાઓ સામે શિસ્તભંગની કાર્યવાહી થાય તેવી શક્યતા છે.


ચોટીલાના 10 પદાધિકારીઓને તેડું


ભાજપે નિમેલી શિસ્ત કમિટી સમક્ષ ચોટીલાના પાર્ટીના 10 પદાધિકારીઓ સામે ફરિયાદો થઈ હતી. હવે પાર્ટીઓ આ સ્થાનિક નેતાઓને આજે ગાંધીનગર બોલાવ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં ચોટીલા સીટ પર ભાજપને નુકસાન થાય એવું કાર્ય કરનારા હોદ્દેદારોમાં જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સહિત ગ્રામ્યના હોદ્દેદારો સહિત ભાજપનાં 10 હોદ્દેદારો સામે પ્રદેશ તરફથી કાર્યવાહી થઈ શકે છે. જીલ્લાની 5 વિધાનસભા ચૂંટણીમાં અમુક હોદ્દેદારોને ટીકીટ ન મળતાં પક્ષ વિરૂદ્ધ કામગીરી કરી હતી. 


ભાજપે અગાઉ પર કરી છે શિસ્તભંગની કાર્યવાહી


વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના અસંતુષ્ટ નેતાઓએ પાર્ટી સામે જ બળવો પોકાર્યો હતો. આમાંથી કેટલાક નેતાઓ તો ચૂંટણી પણ લડ્યા હતા. ગત નવેમ્બર માસમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના આદેશથી વડોદરા જિલ્લાના પાદરા બેઠક પરના દિનુ પટેલ, વાઘોડિયા બેઠકના મધુ શ્રીવાસ્તવ, સાવલી બેઠકના કુલદિપસિંહ રાઉલ, પંચમહાલની શહેરા બેઠકના ખતુભાઈ પગી, મહિસાગર જિલ્લાની લુણાવાડા બેઠકના એસ એમ ખાંટ અને જે.પી.પટેલ, આણંદ જિલ્લાની ઉમરેઠ બેઠક પરના રમેશ ઝાલા, ખંભાત બેઠકના અમરીશ ઝાલા, અરવલ્લીની બાયડ બેઠકના ધવલસિંહ ઝાલા, મહેસાણાની ખેરાલુ બેઠકના રામસિંહ ઠાકોર, બનાસકાંઠાની ધાનેરા બેઠકના માવજી દેસાઈ અને ડિસા બેઠકના લેબજી ઠાકોરને સસ્પેન્ડ કર્યા હતા.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?