વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા મુદ્દે કોંગ્રેસ પાસે 19 જાન્યુ સુધીનો સમય


  • Published By :
  • Published Date : 2023-01-11 12:22:33

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે વિરોધ પક્ષ કોંગ્રેસના  સુપડા સાફ કરી નાખ્યા છે. ભાજપને 156 બેઠકો જ્યારે વિપક્ષ કોંગ્રેસના માત્ર  17 ધારાસભ્યો જીત્યા છે. ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન એટલી હદે ખરાબ રહ્યું છે કે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને મુખ્ય વિપક્ષનું પદ મેળવવાના પણ ફાંફા પડી રહ્યા છે. વિરોધ પક્ષના નેતા કોને બનાવવા તેને લઈ કોકડું ગુંચવાયું છે.


વિધાનસભા સચિવનો જગદીશ ઠાકોરને પત્ર


ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા કોને બનાવવા તે મુદ્દે વિધાનસભા સચિવે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને પત્ર લખ્યો છે. સચિવે  તેમના પત્રમાં સ્પષ્ટ તાકીદ કરી છે કે તેઓ વિધાનસભા વિપક્ષના પદના નેતાનું નામ 19મી જાન્યુઆરી સુધીની સમય મર્યાદામાં મોકલી આપે. જો આ માટેની સમય અવધીમાં વિધાનસભા સચિવને કોઈ એક નામ કોંગ્રેસના ધારાસભ્યનું વિરોધ પક્ષના નેતા તરીકે પસંદ કરી મોકલી આપવું પડશે. જો આ સમય મર્યાદામાં નામ જાહેર નહીં કરાય તો કોંગ્રેસને વિધાનસભા વિપક્ષ પદ પણ ગુમાવવું પડશે. કોંગ્રેસમાંથી વિરોધ પક્ષના નેતા બનવા માટે વિવિધ નેતાઓએ ઇચ્છા દર્શાવી છે. આ સ્થિતીમાં કોંગ્રેસ માટે પણ અસમંજસની સ્થિતી સર્જાઈ છે.


કોણ છે રેસમાં?


વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાના પદ કોંગ્રેસના સૌથી સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ અનિચ્છા દર્શાવી છે. આ પદ માટે શૈલેષ પરમારનું નામ ટોપ પર ચાલી રહ્યું છે. વિપક્ષી નેતાની રેસમાં સી. જે. ચાવડાનું નામ પણ ચર્ચામાં છે. વિપક્ષી નેતા બની કાર બંગલો લેવા કોંગ્રેસમાં પણ આંતરિક યુદ્ધ જામ્યું છે. વિધાનસભાની તાકીદને પગલે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કોંગ્રેસ હાઈકમાન્ડને આ મામલે જાણ કરી છે. જો કે કોંગ્રેસના આંતરિક ખટરાગનાં પરિણામે વિરોધ પક્ષના નેતાના નામની પસંદગી કરી શકાતી નથી. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...