અમરેલીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ચિંતાજનક, વિરજી ઠુંમરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર


  • Published By :
  • Published Date : 2023-11-15 21:58:27

અમરેલી જિલ્લાના પોલીસવડા નિર્લિપ્ત રાયની બદલીનો મુદ્દો હજુ પણ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 4 વર્ષથી SP તરીકે ફરજ બજાવતા નિર્લિપ્ત રાયની ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલમાં બદલી કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલના SP તરીકે IPS નિર્લિપ્ત રાયની પસંદગી કરવામાં આવી હતી. જો કે તેમની બદલી બાદ હાલ અમરેલીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળી છે, હવે આ બાબતને લઈને કોંગ્રેસના નેતા વિરજી ઠુમ્મરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.


શું લખ્યું છે પત્રમાં?


કોંગ્રેસના અગ્રણી નેતા અને અમરેલીના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમ્મર અમરેલીની કાયદો અને વ્યવસ્થાની વર્તમાન પરિસ્થિતીને લઈને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં તેમણે અમરેલી શહેર અને જિલ્લામાં ચોરી, લૂંટ, છેડતી, દારૂ તથા અસામાજીક તત્વો દ્વારા સામાન્ય લોકોને હેરાનગતિ વધી હોવા સહિતની બાબતોનો ઉલ્લેખ કર્યો છે. જિલ્લા પંચાયતના પૂર્વ હોદ્દેદાર વિપુલભાઈ શેલડીયા પર ખાંભા તાલુકાના કોટડા નજીક હુમલો થયો તે ઘટનાનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, સ્થાનિક પોલીસે તે અંગે તપાસ વ્યવસ્થિત કરી પણ જિલ્લામાં પોલીસની જે ધાક હોવી જોઈએ તે ઓછી થતી જાય છે. જિલ્લામાં દારૂ-જુગારની બદી વધી રહી છે અને છેડતીના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે.


ગેરકાયદે ખનન મામલે તંત્ર મૌન


મુખ્યમંત્રી લખેલા પત્રમાં તેમણે વધુમાં લખ્યું કે, જિલ્લામાં ગેરકાયદે ખનન થઈ રહ્યું છે અને તેમાં શાસક ભાજપના આગેવાનોની સંડોવણી હોવાનું પણ બની શકે છે. વ્યાજંકવાદ વધ્યો છે.  વ્યાજખોરો દ્વારા ઉંચુ વ્યાજ વસુલી ગરીબ ખેડૂતોની જમીન પડાવી લેવાનું વધ્યું છે. રેતી ખનનમાં હપ્તાખોરી ચાલી રહી હોવાનું ચર્ચાય છે ત્યારે પોલીસ આ બાબતે કેમ મૌન છે?. તેવો સવાલ પણ તેમણે કર્યો હતો. મહેસુલી તંત્ર ખનન પ્રવૃત્તિ મામલે તદ્દન મૌન છે.  વિરજી ઠુમ્મરના આ પત્ર બાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સુધરે છે કે કેમ તેના પર સૌની નજર છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?