મધ્યપ્રદેશના મુરૈનામાં હૈયું હચમચાવી દે તેવી ઘટના બની છે. જમીન વિવાદમાં એક જ પરિવારના 6 લોકોની હત્યા કરવામાં આવી છે. મધ્યપ્રદેશના મુરૈના જિલ્લાના લેપા ગામમાં જૂની અદાવતના કારણે 6 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને ત્રણ પુરૂષોનો સમાવેશ થાય છે. બંને પરિવારો વચ્ચે વર્ષોથી જૂની અદાવત ચાલી રહી હતી. આજે શુક્રવારે 5 મેના રોજ સવારે જમીન મુદ્દે લોહિયાળ જંગ ખેલાયો હતો. આ હત્યાકાંડનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘટના બાદ ગામમાં તણાવનો માહોલ છે.
સમગ્ર મામલો શું હતો?
લેપા ગામના ગજેન્દ્રસિંહ તોમર અને ધીરસિંહ તોમર વચ્ચે જમીન બાબતે ઝઘડો થયો હતો. 2013માં ગજેન્દ્ર સિંહ તોમરના પરિવારજનો પર ધીર સિંહ તોમરના પરિવારના બે લોકોની હત્યા કરવાનો આરોપ લાગ્યો હતો, આ મામલે કેસ ચાલી રહ્યો છે. ગજેન્દ્ર સિંહે વળતર તરીકે 6 લાખ રૂપિયા પણ આપ્યા હતા, પરંતુ પૈસા લીધા પછી પણ ધીર સિંહના પરિવારે કેસ પાછો ખેંચ્યો ન હતો. ગજેન્દ્ર સિંહનો પરિવાર તેના ડરને કારણે મુરેનામાં રહેતો હતો.
ગજેન્દ્ર સિંહ તોમરના પુત્ર રાકેશ સિંહ તોમરે જણાવ્યું કે શુક્રવારે સવારે અમારો પરિવાર મોરેનાથી ગામ પહોંચ્યો. ધીરસિંહનો પરિવાર છત પર બેઠો હતો. જેવી અમારી ગાડી આવી કે તરત જ બધા લોકો દોડી આવ્યા અને લાકડીઓ અને બંદૂકોથી હુમલો કર્યો હતો. દરમિયાન અચાનક જ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. અમારી બાજુના છ લોકોને ગોળીથી ઈજા થઈ છે, જેમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. વીડિયોમાં જે વ્યક્તિ ગોળીઓ ચલાવી રહ્યો છે તેનું નામ અજીત છે. આ સાથે મોનુ, બલરામ, ગૌરવ સિંહે પણ ફાયરિંગ કર્યું છે.
Land vs Life: Six killed in Madhya Pradesh's Morena
| #Morena #MadhyaPradesh | pic.twitter.com/43ii3NNbLD
— Neha Singh (@SinNeha19) May 5, 2023
આ લોકો મોતને ભેટ્યા
Land vs Life: Six killed in Madhya Pradesh's Morena
| #Morena #MadhyaPradesh | pic.twitter.com/43ii3NNbLD
લેપા ગામમાં જમીન વિવાદ દરમિયાન મૃત્યુ પામેલા લોકોમાં ત્રણ મહિલા અને ત્રણ પુરૂષ છે. તમામ મૃતકો રણજીત તોમરના પક્ષના છે. મૃતકોના નામ વીરેન્દ્ર સિંહની પત્ની લેસ કુમારી, નરેન્દ્ર સિંહ તોમરની પત્ની બબલી, સુનીલ તોમરની પત્ની મધુ કુમારી, બદલૂ સિંહનો પુત્ર ગજેન્દ્ર સિંહ, ગજેન્દ્ર સિંહનો પુત્ર સત્યપ્રકાશ અને ગજેન્દ્ર સિંહનો પુત્ર સંજુ છે. તે ઉપરાંત ઘાયલોમાં સુરેશ સિંહ તોમરના પુત્ર વિનોદ સિંહ અને ગજેન્દ્ર સિંહનો પુત્ર વીરેન્દ્રનો સમાવેશ થાય છે.