જમીન દલાલોએ એક જ પરિવારના આટલા સભ્યોને ઉપાડી લીધા! ફાર્મ હાઉસમાં પરિવારને બંધક રાખ્યા, ફરિયાદ થતા આરોપી થયા ફરાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-16 14:38:04

દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં અપહરણની ઘટનાઓ બનવી સામાન્ય માનવામાં આવે છે. પરંતુ અપહરણની ઘટના ગુજરાતમાં નોંધાઈ છે. પોલીસ ચોપડે બે-ત્રણ લોકોના અપહરણની ફરિયાદ નહીં પણ 19 લોકોના અપહરણની ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદ શહેરમાં 19 લોકોનું અપહરણ થયું છે જેમાં જનક ઠાકોર અને કુંદન ઠાકોર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બે લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે તે બંને આરોપીઓ જમીન માફિયા તરીકે જાણીતા છે. 


દલાલે કંપની પાસેથી પૈસા લીધા પરંતુ માલિક સુધી ન પહોંચ્યા    

સમગ્ર ઘટનાની વાત કરીએ તો વારસાઈમાં મળેલી નરોડા હંસપુરાની 6 વિઘા જમીનની દલાલી દિલીપ ઠાકોર સહિતના લોકોએ જનક ઠાકોર અને કુંદન ઠાકોર સાથે કરાવી હતી. દલાલે આ જમીનનો સોદો નરોડાની પી.માંડવા ઈન્ફ્રા પ્રાઈવેટ લિમિટેડ ભાસ્કર જાદવાણીને વેચાણમાં આપી હતી. કંપનીએ જમીનના રુપિયા જનક અને કુંદનને આપ્યા હતા પરંતુ દિલીપ ઠાકોર તેમજ અન્ય માલિકો સુધી પૈસા પહોંચ્યા ન હતા. પૈસા ન મળતા જમીન માલિકે કંપનીને સીધો સંપર્ક કર્યો હતો. 


ઠાકોર પરિવારને સીંગરવા લઈ જવાયો  

થોડા દિવસો પહેલા વેચાણ દસ્તાવેજના કબૂલાતનામા માટે દિલીપ ઠાકોર તેમના પરિવારના સભ્યો સાથે બે ઈકોમાં બેસી શાહીબાગના ગીરધરનગરમાં આવેલી સબ રજીસ્ટ્રાર કચેરી આવવા નિકળ્યા હતા. કબૂલાતનામા બાદ પરિવારના સભ્યો ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જનક અને કુંદન તેના સાગરીતો સાથે ત્રણ ગાડીઓ લઈને આવ્યા. કુંદન અને જનકના માણસોએ ઈકો કારના ડ્રાઈવરને હટાવી તેમનું સ્થાન લીધું અને તમામ લોકોને સીંગરવા લઈ જવાયા હતા. સીંગરવા ખાતે આવેલા એક ફાર્મ હાઉસમાં બે ડ્રાઈવર અને ઠાકોર પરિવારના 17 સભ્યોને રાખી મૂક્યા હતા. આ અંગે દિલીપ ઠાકોરના પરિચિત મુકેશભાઈએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી માહિતી આપી હતી. પોલીસની ગાડીઓ આવતા આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. 


જમીન માફિયા વિરૂદ્ધ કરાઈ ફરિયાદ 

જે લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે તેમાં 19 જેટલા લોકોનો સમાવેશ થાય છે. ઈકો ગાડીમાં દિલીપ ઠાકોર, તેમના પત્ની, તેમની માતા, ભાઈ, ભાભી, ભત્રીજો, ચાર બહેનો, કાકા, કાકી, બે પિતરાઈ ભાઈ, બંને પિતરાઈભાઈની પત્ની, પિતરાઈ બહેન અને બે ડ્રાઈવરનો સમાવેશ થાય છે. શાહીબાગ પોલીસ સ્ટેશનમાં જેના વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે તે પૂર્વ અમદાવાદના મોટા જમીન માફિયા છે. બંને વિરુદ્ધ અનેક ફરિયાદ પણ નોંધાવામાં આવી છે. અનેક કિસ્સાઓમાં સમાધાન કરવામાં આવ્યું છે. 


પોલીસે આ અંગે તપાસની શરૂઆત કરી  

અપહરણ શા માટે કરવામાં આવ્યું તેની વાત કરીએ તો જમીનના કાગળોમાં ફરિયાદી અને તેના પરિવારજનો સહી ના કરે તે હેતુથી અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે આ ઘટનાની જાણ અપહરણનો ગુન્હો નોંધીને પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. પોલીસ 16 જેટલા લોકોને કોના ફાર્મમાં રાખવામાં આવ્યા હતા અને ફાર્મ હાઉસના માલિક કોણ છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?