રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની પુત્રીએ તેના પિતાને કિડની દાન કરવાનો નિર્ણય કર્યો છે. લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ કહ્યું કે હા, એ વાત સાચી છે કે હું ડેસ્ટિનીનું બાળક છું અને મારા પિતાને મારી કિડની આપીને મને ખૂબ ગર્વ છે. અત્રે ઉલ્લેખનિય છે કે અનેક બીમારીઓ સામે લડી રહેલા લાલુનું સિંગાપુરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થવાનું છે. આવી સ્થિતિમાં રોહિણી આચાર્યએ આગળ આવીને તેના પિતાની મદદ કરવાનો નિર્ણય લીધો છે.
સિંગાપોરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થશે
લાલુ યાદવ સિંગાપોરમાં કેટલીક જરૂરી તપાસ કરાવી પરત ફર્યા હતા. જો કે હવે તે કોર્ટની મંજુરી મળ્યા બાદ ફરી સિંગાપોર જશે. સિંગાપોરમાં હાલ રજાઓ ચાલી રહી હોવાથી 74 વર્ષીય લાલુ યાદવની સારવાર થઈ શકી નહોતી. હવે પુત્રી કિડની આપતી હોવાથી લાલુ યાદવનું કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન થઈ શકશે.