લોકસભા 2024ની ચૂંટણી પહેલા વિપક્ષ વચ્ચે એક મોટું ગઠબંધન રચાય તેવી સંભાવના જોવા મળી રહી છે. બિહારની સત્તાધારી પાર્ટી આરજેડીના જેડીયુએના નિતીશ કુમાર અને લાલુપ્રસાદ યાદવે આ દિશામાં પ્રયાસો શરુ કરી દીધા છે. લાલુ પ્રસાદ યાદવ અને બિહારના સીએમ નીતિશ કુમાર રવિવારે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા તેમના નિવાસસ્થાન 10 જનપથ પર પહોંચ્યાં હતા.
Delhi | We both held talks with Sonia Gandhi. We have to unite together and work for the country's progress. They have their party president elections after which she will speak: Bihar CM Nitish Kumar after meeting Congress interim president Sonia Gandhi pic.twitter.com/bfs9UDh1Ds
— ANI (@ANI) September 25, 2022
વર્ષો બાદ લાલુ-નીતિશ સોનિયાને મળ્યાં
Delhi | We both held talks with Sonia Gandhi. We have to unite together and work for the country's progress. They have their party president elections after which she will speak: Bihar CM Nitish Kumar after meeting Congress interim president Sonia Gandhi pic.twitter.com/bfs9UDh1Ds
— ANI (@ANI) September 25, 2022બિહારમાં લાલુ અને નીતિશ કુમાર કટ્ટર રાજકીય પ્રતિસ્પર્ધી છે. જો કે બંને નેતાઓ વર્ષો જના રાજકીય મતભેદો ભૂલાવીને સોનિયા ગાંધીને મળ્યાં છે. ત્રણેય નેતાઓએ ભેગા થઈને 2024ની લોકસભાની ચૂંટણી વિશે ચર્ચા કરી હતી. ત્રણેય નેતાઓની બેઠક બાદ 2024ની લોકસભાની ચૂંટણીમાં મહાગઠબંધન જોવા મળે તેવી શક્યતા જણાઈ રહી છે.
હરિયાણાના ફતેહાબાદમાં વિપક્ષોનું શક્તિ પ્રદર્શન
હરિયાણાના ફતેહાબાદમાં યોજાયેલી વિપક્ષની રેલીમાં તમામ મોટા નેતાઓ, લાલુપ્રસાદ યાદવ, નીતિશ કુમાર, શરદ પવાર સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. લાલુ અને નીતિશ પણ રેલીમાં આવ્યાં હતા અને રેલી બાદ તેઓ સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા હતા.
તમામ પક્ષોને એકજૂથ થવાની અપીલ
રેલીને સંબોધિત કરતા નીતિશ કુમારે કહ્યું કે, હું કોંગ્રેસ સહિત તમામ પક્ષોને એકજૂથ થવાની અપીલ કરું છું, તો જ ભાજપ 2024ની લોકસભા ચૂંટણીમાં ખરાબ રીતે હારશે." "હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે કોઈ લડાઈ નથી, ભાજપ અશાંતિ પેદા કરવા માગે છે. હું વડાપ્રધાનપદનો ઉમેદવાર નથી. ત્રીજા મોરચાનો સવાલ જ નથી, કોંગ્રેસ સાથે મોરચો હોવો જોઈએ, તો જ 2024માં ભાજપને હરાવી શકીશું.