રાષ્ટ્રિય જનતા દળના રાષ્ટ્રિય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ તાજેતરમાં પૂછપરછ થઈ શકે છે. થોડા દિવસ પહેલા જ નોકરીના બદલે જમીન કૌભાંડ કેસમાં થોડા દિવસ પહેલા જ લાલુ યાદવને નોટીસ ફટકારી હતી. હવે સીબીઆઈ આ મામલે લાલુ યાદવની પૂછપરછ કરશે.
રાબડી દેવીની થઈ હતી પૂછપરછ
આ પહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને લાલુ યાદવના પત્ની રાબડી દેવીની તેમના નિવાસસ્થાને સીબીઆઈએ પૂછપરછ કરી હતી. આ પૂછપરછ પાંચ કલાક ચાલી હતી, સીબીઆઈ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રાબડી દેવીએ કોઈ સવાલનો જવાબ આપ્યો નહોતો. નોકરીના બદલે જમીન કૌભાંડમાં લાલુ યાદવની પુત્રી મિસા ભારતી સહિત 14 આરોપીઓ છે. 15 માર્ચે મિસા અને રાબડી દેવીને કોર્ટેમાં હાજર થવાનું કહેવામાં આવ્યું છે.
લાલુ યાદવ સામે આરોપ શું છે?
લાલુ યાદવ જ્યારે 2004થી 2009 દરમિયાન યુપીએ સરકારમાં રેલ્વે મંત્રી હતા ત્યારે રેલવે ભરતી કૌભાંડ થયું હતું. આ કૌંભાડમાં રેલ્વેની નોકરી ઈચ્છતા યુવાનો પાસેથી જમીન અને પ્લોટ લેવામાં આવ્યા હતા. લાલુ યાદવ પર આરોપ છે કે જે જમીન લેવામાં આવી તે રાબડી દેવી અને તેમની પુત્રી મીસા ભારતીના નામ પર લેવામાં આવી હતી. આ મામલે સીબીઆઈએ વિજય સિંગલા સહિત 10 વિરૂધ્ધ FIR નોંધવામાં આવી છે.