લાલો લોભે લૂંટાય, હેપ્પી લોનના નામે લાખોનું કૌભાંડ !


  • Published By :
  • Published Date : 2023-10-04 16:37:02

મહેસાણામાં ભાજપના અગ્રણી અને અનેક પ્રકારની NGO ચલાવતા પિયુષ વ્યાસ સામે ઠગાઈની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

કહેવાય છે ને કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે તેવું જ કઈક મહેસાણામાં પણ થયું છે

મહેસાણા શહેરમાં નાગરિક સેવા કેન્દ્ર બની ઓફિસ ચલાવતા પિયુષ વ્યાસ દ્વારા હેપ્પી લોનના નામે ઠગાઈ કરી અને કૌભાંડ કર્યું છે હેપી લોનના નામે જરૂરિયાતમંદ લોકોને ચેનલ પદ્ધતિથી લોન આપવાનું નેટવર્ક ગોઠવ્યું હતું પિયુષ દ્વારા સમગ્ર ગુજરાતમાંથી પોતાની કંપનીની વેબસાઈટ પર 26000 સભ્યો સાથે આ પ્રકારે લોન ન આપી પૈસાનું રોકાણ કરાવી કૌભાંડ આચર્યું છે 


50% સબસિડી વાળી લોન લેવી હોય તો સભ્યો બનાવો !

કડીના ચંદીગઢ ખાતે રહેતા રાજુ ભાઈ દંતાણીને તેમને મિત્રએ આ લોનની વાત કરી હતી જેમાં લોન અંગે માહિતી લેવા રાજુ ભાઈ પિયુષ વ્યાસને મળ્યા હતા ત્યારે પિયુષ વ્યાસે હેપી લોન નામની કંપની બતાવી હતી અને પેમ્પ્લેટ બતાવ્યા હતા જેમાં લોન લેવા માટે કોઈ પણ આધાર પુરાવાની જરૂર વગર 1000 રૂપિયા જમાં લઈને ગ્રુપ લોન આપવાની વાત કરી હતી..જીરો ટકા વ્યાજ અને 50% સબસીડીની લાલચ આપી ચેનલ ચલાવી લોન આપવાનું નેટવર્ક ઉભી કર્યું હતું..જેમાં ફરિયાદો પાસે અન્ય સભ્યો બનાવવા માટે કહ્યું હતું અને ફરિયાદી લાલચમાં આવી જતા તેમણે 53 સભ્યો લોન માટે બનાવ્યા હતા ત્યારબાદ સભ્યદીઠ 1000 રૂપિયા પિયુષ વ્યાસે લઈ લીધા હતા અને બાદમાં લોન ન આપી હતી ત્યારબાદ ફરિયાદીને વિશ્વાસઘાત થયાની ખબર પડતાં જ પિયુષ વ્યાસ પાસે પૈસાની માંગણી કરતા રૂપિયા પરત ન મળતા રાજુ ભાઇએ પોલીસનો સહારો લીધો હતો જેમાં પોલીસે છેતરપિંડી સહિતની કલમો ઉમેરી ફરિયાદ નોંધી છે


હેપી લોન ચલાવતા પિયુષ વ્યાસનું શું કહેવું છે?

જવાબદાર મીડિયા તરીકે અમે બંને પાસાઓ જાણવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ તેવી જ રીતે આ પ્રકરણમાં પણ અમે પિયુષ વ્યાસનો સંપર્ક કર્યો હતો જેમાં પિયુષ વ્યાસે કહ્યું હતું કે મને સમાજના કેટલાક લોકો દ્વારા જ બદનામ કરાઈ રહ્યો છે અમે કોઈ લોનની કંપની બનાવી જ નહોતી અમે ફાઉન્ડેશનના બેઝ પર સહાય આપતા હતા કોઈ પણ વ્યક્તિને લોન નહોતા આપતા અને ફરિયાદી પાસેથી મે કોઈ પણ રૂપિયા લીધા નથી

સાથે જ આગળ પિયુષ વ્યાસે જણાવ્યું હતું કે અમે આ યોજના બંધ કરી હતી કારણ કે આ યોજનામાં આમને નુકશાન આવતું હતું આ યોજના થકી જેની પાસેથી અમે પૈસા લીધા હતા તે બધાને અમોએ પૈસા પરત કરી દીધા હતા...મે કોઈ જ ગુનો કર્યો નથી અને મે કોઈનો એક રૂપિયો પણ ગેરકાયદેસર લીધો નથી

ઉલ્લેખનીય છે કે પિયુષ વ્યાસના કેટલાક પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેમાં ઉલ્લેખ છે કે પિયુષ વ્યાસ દ્વારા અનેક લોનની જાહેરાતો કરવામાં આવી છે અત્યારે પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?