Lal Krishna Advaniને કરાશે Bharat Ratnaથી સન્માનિત, PM Modiએ જાણકારી આપતા લખ્યું...


  • Published By :
  • Published Date : 2024-02-03 17:33:31

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા તેમજ પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારતના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ એવા ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે તેવી જાહેરાત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશેની જાણકારી આપી છે. મહત્વનું છે કે એલ.કે અડવાણી ગાંધીનગરના સાંસદ પણ રહી ચૂક્યા છે.

 

લાલ કૃષ્ણ અડવાણી માટે પીએમ મોદીએ લખી આ પોસ્ટ...  

સોશિયલ મીડિયા પર પીએમ મોદીએ લખ્યું કે ‘મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે લાલ કૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. મેં તેમની સાથે પણ વાત કરી અને તેમને આ સન્માન મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આપણા સમયના સૌથી પ્રતિષ્ઠિત રાજકારણીઓમાંના એક, ભારતના વિકાસમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે. તેમના જીવનની શરૂઆત પાયાના સ્તરે કામ કરવાથી લઈને આપણા નાયબ વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવા સુધીની છે. તેમણે આપણા ગૃહમંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી. તેમના સંસદીય હસ્તક્ષેપ હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ આંતરદૃષ્ટિથી ભરેલા રહ્યા છે.ફોન પર પીએમ મોદીએ લાલ કૃષ્ણ અડવાણીને શુભેચ્છા પાઠવી છે. મહત્વનું છે કે લાલ કૃષ્ણ અડવાણીને 2015માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.  


કેવી છે લાલ કૃષ્ણ અડવાણીની રાજકીય સફર?

હવે વાત કરીએ લાલકૃષ્ણ અડવાણી વિશે તો લાલકૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર 1927ના રોજ લાહોરમાં થયો હતો.આજે 96 વર્ષની ઉંમરે દેશના સર્વોચ્ચ સન્માનથી તેમને નવાજવામાં આવ્યા છે. અડવાણી ભારતીય જનતા પાર્ટીના સ્થાપક સભ્ય છે. ગાંધીનગરથી સાસંદ તરીકે વર્ષો સુધી ચૂંટાયા. અડવાણીએ પાર્ટીને સત્તામાં લાવવા મોટી ભૂમિકા ભજવી હતી.લાલ કૃષ્ણ અડવાણી ભૂતપૂર્વ ગૃહપ્રધાન પણ રહી ચૂક્યા છે અને તેઓ 1942માં RSSમાં સ્વયંસેવક તરીકે જોડાયા હતા.


ક્યારે કઈ યાત્રા કાઢી?

તે બાદમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષપદે વર્ષો સુધી પદભાર સંભાળ્યો હતો સાથે જ તેમણે 1980 પછી અનેક યાત્રાઓ કરી છે અને એમાં રામ રથયાત્રા, જનાદેશ યાત્રા, ભારત સુરક્ષા યાત્રા, સ્વર્ણ જયંતિ રથયાત્રા અને ભારત ઉદય યાત્રા જેવી રાજનીતિમાં સૌથી ચર્ચિત યાત્રાઓ તેમણે કરી છે લાલકૃષ્ણ અડવાણીએ ગાંધીનગર બેઠકનું આશરે બે દાયકા જેટલા સમય સુધી પ્રતિનિધિત્વ કર્યું હતું. સૌપ્રથમ વખત વર્ષ 1991માં અડવાણી અહીંથી ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ 1998, 2004, 2009 અને 2014ની લોકસભા ચૂંટણીમાં તેઓ ગાંધીનગર બેઠક પરથી સાંસદ બન્યા હતા.



લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે