Ayodhya Ram Mandirના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપશે Lal Krishna Advani - VHPનો દાવો, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-11 10:35:38

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવા મોટી મોટી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. એક તરફ કોંગ્રેસના નેતાઓએ આમંત્રણનો અસ્વીકાર કર્યો છે તો બીજી તરફ એવી વાત સામે આવી છે કે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી 22 જાન્યુઆરીએ આયોજીત કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય  કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે લાલકુષ્ણ અડવાણી આ કાર્યક્રમમાં હાજરી આપશે.       

વિવાદો પછી લાલકૃષ્ણ અડવાણીને અયોધ્યાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.


વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ આપવામાં આવ્યું હતું આમંત્રણ

22 જાન્યુઆરીએ રામ લલ્લા ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થવાના છે. અનેક દાયકાઓથી આ ક્ષણની રાહ ભગવાન રામના ભક્તો જોઈ રહ્યા હતા. આમંત્રણને લઈ રાજકારણ ચાલી રહ્યું છે. લાલકૃષ્ણ અડવાણી આ કાર્યક્રમમાં હાજર રહેશે કે નહીં તે અંગે અસમંજસ હતી. ચર્ચાઓ ચાલી રહી હતી કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેશે કે નહીં કારણ કે રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા એવી માહિતી આપવામાં આવી કે રામકૃષ્ણ અડવાણી તેમજ મુરલી મનોહર જોષીને આમંત્રણ આપવામાં આવ્યું છે. આમંત્રણની સાથે સાથે તેમની ઉંમરને ધ્યાનમાં રાખતા તેમને ના આવવા વિનંતી પણ કરી છે અને તેનો સ્વીકાર બંને નેતાઓએ કર્યો છે. આ બાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ તેમને આમંત્રણ આપવામાં આવ્યું. 



આલોક કુમારે આપી આ અંગેની માહિતી 

એવું લાગતું હતું કે લાલ કૃષ્ણ અડવાણી આ કાર્યક્રમમાં સામેલ કદાચ નહીં થાય પરંતુ હવે એવી માહિતી સામે આવી છે કે આ કાર્યક્રમમાં લાલ કૃષ્ણ અડવાણી સામેલ થવાના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે આ માહિતી આપી છે. મળતી માહિતી અનુસાર સમગ્ર કાર્યક્રમ દરમિયાન તો તે ઉપસ્થિત નહીં રહે પરંતુ થોડા સમય માટે તે હાજરી આપી શકે છે. ત્યારે જોવું રહ્યું કે આ કાર્યક્રમમાં લાલકૃષ્ણ અડવાણી હાજર રહે છે કે નહીં..        



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?