Ram Mandir પ્રાણ પ્રતિષ્ઠા પહેલા Lal Krishna Advaniએ Atal Bihari Vajpayeeને કર્યા યાદ કહ્યું અટલજીની કમી... જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-13 09:29:42

ભગવાન રામની મૂર્તિની સ્થાપના 22 જાન્યુઆરીએ થવાની છે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અયોધ્યામાં આ કાર્યક્રમને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં સામેલ થવા અનેક હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતા અને રામ મંદિર આંદોલનના ટોચના નેતા લાલ કૃષ્ણ અડવાણી હાજર રહેશે કે નહીં તે અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. આ બધા વચ્ચે વીએચપી દ્વારા એવી માહિતી આપવામાં આવી કે લાલ કૃષ્ણ અડવાણી આ સમારોહમાં સામેલ થશે. રામ મંદિરના ઉદ્ધાટન પહેલા તેમની પ્રતિક્રિયા સામે આવી છે. 

અટલ બિહારી વાજપૈયીને અડવાણીએ કર્યા યાદ 

લાલ કૃષ્ણ અડવાણીએ રામ મંદિર આંદોલનમાં એક મહત્વની ભૂમિકા ભજવી છે. રામ મંદિર આંદોલન માટે તેમણે 1990માં સોમનાથથી અયોધ્યા સુધીની રથ યાત્રા પણ કાઢી હતી. રામ મંદિર આંદોલનમાં તેમણે સારથીની ભૂમિકા પણ ભજવી હતી. રામ મંદિરને લઈ પ્રથમ વખત લાલ કૃષ્ણ અડવાણીની પ્રતિક્રિયા સામે આવી છે. એક અખબારમાં અડવાણીનો લેખ પ્રસિદ્ધ થવાનો છે તેવી માહિતી સામે આવી છે. તે લેખમાં લાલ કૃષ્ણ અડવાણીએ દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપૈયીને યાદ કર્યા છે. તેમણે કહ્યં કે આ આયોજનમાં તે અટલ બિહારી વાજપૈયીની કમીને મહેસૂસ કરી રહ્યા છે. 



નરેન્દ્ર મોદી માટે અડવાણીએ કહી આ વાત! 

અખબાર માટે તેમણે લખ્યું છે કે જ્યારે તેમણે 25 સપ્ટેમ્બર 1990ના રોજ 'રથયાત્રા' શરૂ કરી ત્યારે તેમને ખબર નહોતી કે તે દેશમાં આંદોલનનું સ્વરૂપ લેશે. તે રથયાત્રા દરમિયાન નરેન્દ્ર મોદી પણ તેમના સાથી હતા. એ સમયે તેઓ ઓછા જાણીતા હતા પરંતુ એ સમયે જ ભગવાન રામે પોતાના મંદિરના પુનર્નિર્માણ માટે પોતાના ભક્ત મોદીને પસંદ કર્યા હતા. તેમણે લખ્યું કે "રથયાત્રા દરમિયાન આવા ઘણા અનુભવો થયા, જેણે મારા જીવનને પ્રભાવિત કર્યું. દૂરના ગામડાઓમાંથી અજાણ્યા ગ્રામજનો રથને જોઈને ભાવુક થઈને મારી પાસે આવતા. તેઓ નમસ્કાર કરીને, રામની સ્તુતિ કરતા અને ચાલ્યા જતા." 



રામ મંદિર પ્રતિષ્ઠાના આમંત્રણને લઈ ગરમાયું રાજકારણ

લાલ કૃષ્ણ અડવાણીએ 22 જાન્યુઆરીના કાર્યક્રમ અંગેની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે "વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મંદિરનું ઉદ્ઘાટન કરશે ત્યારે તેઓ ભારતના તમામ નાગરિકોનું પ્રતિનિધિત્વ કરશે. હું પ્રાર્થના કરું છું કે આ મંદિર તમામ ભારતીયોને રામના ગુણો અપનાવવા માટે પ્રેરણા આપે." મહત્વનું છે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના આમંત્રણને લઈ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે આમંત્રણનો  અસ્વીકાર કર્યો છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?