લદ્દાખમાં ભારતીય જવાનો સાથે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.. જવાનો ટેંકનો અભ્યાસ કરી રહ્યા હતા તે વખતે ટેન્ક ફસાઈ ગઈ. લદ્દાખમાં એલએસી પાસે જવાનો મિલિટરી એક્સરસાઈઝ કરી રહ્યા હતા તે વખતે દુર્ઘટના બની અને પાંચ જવાનો શહીદ થઈ ગયા છે.. દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં આ ઘટના બની છે. નદીમાં જ્યારે અભ્યાસ ચાલી રહ્યો હતો તે વખતે અચાનક નદીનું જળ સ્તર વધી ગયું જેમાં જવાન ફસાઈ ગયા અને જવાન મોતને ભેટ્યા છે, શહીદ થયા છે. રક્ષા મંત્રી રાજનાથસિંહ દ્વારા આ દુર્ઘટનાને લઈ શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.
પ્રેક્ટિસ દરમિયાન બની આ દુર્ઘટના
જ્યારે કોઈ જવાન શહીદ થાય છે ત્યારે આપણી આંખોમાંથી આંસુ આવી જતા હોય છે. દેશની રક્ષા માટે જવાન પોતાનું જીવન સમર્પિત કરતો હોય છે.. શહીદની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે... ત્યારે લદ્દાખથી સમાચાર સામે આવ્યા જેમાં પાંચ જવાનો એક દુર્ઘટનાનો શિકાર બની ગયા. લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં સેનાના જવાનો ટેન્ક સાથે પ્રેક્ટિસ કરી રહ્યા હતા.
પાંચ જવાનના આ દુર્ઘટનામાં થયા મોત
જે સમયે પ્રેક્ટિસ જવાનો કરી રહ્યા હતા તે વખતે અચાનક જળ સ્તર વધી ગયું. સંરક્ષણ અધિકારી દ્વારા આને લઈ જાણકારી આપવામાં આવી છે જે અનુસાર લદ્દાખમાં ટેન્કને નદી પાર કરાવામાં આવી રહી હતી.. ટેન્કને પાર કરાવાની પ્રેક્ટિસ નિયમીત રીતે કરાવામાં આવે છે. જે વખતે આ અભ્યાસ ચાલી રહ્યો હતો તે વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી. નદીનો પ્રવાહ વધી ગયો. અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ટેન્કમાં પાંચ જવાન હાજર હતા જેમાં જુનિયર કમીશન અધિકારી પણ સામેલ હતા. બધાના મૃતદેહ મળી ગયા છે. આ ઘટનાને લઈ મલ્લિકાર્જુન ખડગેએ પણ શોક પ્રગટ કર્યો છે.