બનાસકાંઠા જીતવું ભાજપ માટે અઘરું? આ પ્રશ્ન અત્યારે એટલે થઈ રહ્યો છે કારણ કે ગઈકાલથી એક સમાચાર વહેતા થયા છે કે બનાસકાંઠાના એક ઠાકોર નેતા જે બળવો કરીને અપક્ષ ચુંટણી લડ્યા એમને ઘર વાપસી કરાવા બીજેપી પ્રયાસો કરી રહી છે. જે નેતાની વાત અહીંયા થઈ રહી છે તે છે લેબજી ઠાકોર છે. બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર છે રેખાબેન ચૌધરી જ્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.
લેબજી ઠાકોરને પક્ષમાં સામેલ કરવા બીજેપીએ કવાયત શરૂ કરી
ભાજપે બનાસકાંઠામાં વધુ એક પક્ષપલટો કરીને અપક્ષ ચૂંટણી લડેલા નેતા લેબજી ઠાકોરને પક્ષમાં સામેલ કરવાની કવાયત શરૂ કરી છે. હવે ગમે તે સમયે લેબજી ઠાકોર ભાજપમાં જોડાઇ શકે છે. એનું કારણ શું તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતારતાં જ ભાજપને પણ ઠાકોર નેતાની જરૂર પડી છે. જે ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે એ રેખાબેન ચૌધરી જેમણે ચૌધરી સમાજનો સપોર્ટ તો મળી જશે પણ બનાસકાંઠા જીતવું એટલું સહેલું નથી! બનાસકાંઠામાં ચૌધરી સમાજના લોકો કરતાં ઠાકોર સમાજના લોકો વધારે છે આ બેઠક પર ૩.૫ લાખ જેટલા ઠાકોરો છે , ૨ લાખ ચૌધરી સમુદાયના લોકો છે એટલે જો બનાસકાંઠા જીતવું છે તો બીજેપીને ઠાકોર સમાજના મત પણ પોતાની તરફ ખેચવા પડશે એટલે ભાજપ લેબજી ઠાકોરને ભાજપમાં ઘર વાપસી કરાવી શકે છે
વિધાનસભામાં ભાજપે લેબજી ઠાકોરને ન આપી હતી ટિકીટ
ગઈ વિધાનસભા દરમિયાન લેબજી ઠાકોર પક્ષ સામે બળવો કરીને ડીસા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી લડ્યા હતા એ લેબજી ઠાકોર ફરીથી કેસરિયો કરશે તેવી વાત છે ગઇ વિધાનસભા વખતે ભાજપે લેબજી ઠાકોરને અવગણીને ટિકીટ ન હતી આપી પછી લેબજી ઠાકોરે અપક્ષ દાવેદારી નોંધાવી હતી અને ચૂંટણીમાં 45000થી વધુ મતો પણ મેળવ્યા હતા. અને જ્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યા છે ત્યારે ભાજપને એક મજબૂત ઠાકોર નેતાની જરૂર પડી છે એટલે આ નિર્ણય લેવાયો હોઈ શકે છે.
પહેલી વખત બનાકકાંઠા પરથી ભાજપે ઉતાર્યો મહિલા ચહેરાને!
જો રેખાબેન ચૌધરીની વાત કરીએ તો ભાજપે બનાસકાંઠા લોકસભાની બેઠક માટે પ્રથમવાર મહિલા ઉમેદવારની પસંદગી કરી અત્યાર સુધી બનાસકાંઠાના રાજકારણમાં માત્ર જાતિગત અને શક્તિશાળી હોવાના સમીકરણોને જ ધ્યાનમાં લેવાતા હોવાનું માનવામાં આવતુ હતુ. પરંતુ ભાજપે આ પરંપરા તોડી ડો. રેખાબેન ચૌધરી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓએ 20 વર્ષથી પ્રોફેસર તરીકે કામ કરે છે અને ભાજપે જે રીતે આ વખતે શિક્ષિત અને યુવા ચહેરાને ટિકિટ આપી છે એમાંથી એક ચેહરો રેખાબેન નો છે તેમના દાદા સ્વર્ગસ્થ ગલબાભાઇ પટેલ બનાસ ડેરીના સ્થાપક છે. એટલે એ ફેક્ટર પણ કામ કરશે પણ કોકડું ઠાકોર સમાજના મત માં અટવાયું અને અને બીજેપીએ આનો તોડ હવે કાઢી લીધો છે તમારું આ મામલે શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો..