સુરતના કામરેજમાં La Pinoz Pizza રેસ્ટોરન્ટના પીઝામાંથી વંદો નીકળતા હોબાળો, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-10-16 21:09:22

જો  તમે મોંઘીદાટ રેસ્ટોરન્ટમાં પીઝા ખાવાના શોખિન છો તો તમારે હવેથી તે પીઝા ખાતા પહેલા બે વખત વિચારવું પડશે. આજકાલ યુવાનો ઘર કરતા બહારનું ખાવાનું વધુ પસંદ કરે છે પરતું આ પીઝા સ્વાસ્થ્ય માટે ઘણીવાર હાનિકારક બની રહે છે. સુરતના કામરેજ વિસ્તારના લા પીનોઝ પિઝામાં ગ્રાહકે પિઝાનો ઓર્ડર કર્યો તેમાથી વંદો મળી આવ્યો હતો. ત્યાર બાદ ગ્રાહકે રેસ્ટોરન્ટ સંચાલક સહિત સ્ટાફનો ઉધડો લઇ લીધો હતો. બ્રાન્ડેડ પીઝાનાં નામે ગ્રાહકો પાસેથી બેફામ પૈસા વસુલતા રેસ્ટોરન્ટમાં લોકોનાં આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. હાલમાં આ કિસ્સાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.


શું છે સમગ્ર મામલો?


સુરત જિલ્લાન ઓલપાડ તાલુકાના મોરથાણ ગામના કૌશિક દેસાઈ આજ રોજ પોતાની પત્ની સાથે કામરેજ ખાતે હોસ્પિટલમાં આવ્યા હતા. જોકે ભૂખ લાગતા નજીકમાં આવેલી લા પીનોઝ નામની પિઝાની રેસ્ટોરન્ટમાં ગયા હતા અને ત્યાં પિઝા ઓર્ડર કર્યો હતો. જોકે, ગ્રાહકને આપવામાં આવેલા પિઝામાં મરેલો વંદો નીકળતા ગ્રાહકે પિઝા રેસ્ટોરન્ટના સંચાલકને અને સ્ટાફને ફરિયાદ કરી હતી અને તમામનો ઉધડો લઇ નાખ્યો હતો. ગ્રાહકે ત્યારબાદ આખી ઘટનાનો વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.


અગાઉ અમદાવાદમાં પણ સામે આવી હતી આવી ઘટનાઓ


ઉલ્લેખનિય છે કે થોડા સમય અગાઉ અમદાવાદમાં જોધપુરનાં પિઝા સેન્ટરમાં પિઝામાંથી જીવાત નીકળતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગ્રાહક દ્વારા સ્વિગી પર ઓર્ડર કરેલા પિઝા બોક્સમાંથી વંદો નીકળ્યો હતો.  આ અગાઉ પર બોપલ અને એલિસબ્રિજ ખાતે પણ પિઝામાંથી જીવાત નીકળી હતી. તો ગત સપ્તાહે એલિસબ્રિજનાં લાપીનોઝનાં પિઝામાંથી જીવાત નીકળી હતી. પીઝામાંથી જીવાત નીકળતાં ગ્રાહક દ્વારા આ અંગે AMCનાં આરોગ્ય વિભાગને જાણ કરી હતી. .



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...