ગુજરાત સ્ટેટ રાયફલ એસોશિયેશને અમદાવાદના ખાનપુરમાં શૂટિંગ સ્પર્ધા રાખી હતી જેમાં કચ્છના ખીમશ્રીબેન ગઢવીએ 10 મીટર એર શૂટિંગમાં ગોલ્ડ જીત્યો હતો. મોટાભાડિયા ગામની દિકરીએ ગોલ્ડ મેળવી પરિવારનું નામ રોશન કર્યું હતું.
અમદાવાદમાં મિલિટરી એન્ડ રાઈફલ ટ્રેઈનિંગ એસોસિયેશન ખાનપુરમાં 10 મીટર, 25 મીટર, 50 મીટરની સ્પર્ધા રાખી હતી. ગુજરાતભરના અનેક લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં તમામ પોતાની કળા દર્શાવી હતી. આ સ્પર્ધા યોજવા બદલ ગુજરાત સ્ટેટ રાયફલ એસોસિયેશનનો આશય હતો કે ગુજરાતના પ્રતિભાસભર લોકો આગળ આવે અને તેમને પોતાની કળા દેખાડવા માટે સ્ટેજ મળે.