Kunvarji Bavaliyaને કરવો પડ્યો વિરોધનો સામનો, જાણો ક્યાંના ગ્રામજનોએ લગાવ્યા હાય હાયના નારા અને તે બાદ મંત્રીને ભગાડ્યા, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-11 16:57:39

આજકાલ ધારાસભ્યો જાણે લોકો સાથે જોડાવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. નેતાઓ, ધારાસભ્યો અનેક ગામડાઓની મુલાકાત લઈ રહ્યા છે. પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળી લોકો કઈ પરિસ્થિતિમાં જીવે છે તે જાણવા માટે ધારાસભ્યો પ્રયાસ કરી રહ્યા હોય તેવું હાલ લાગી રહ્યું છે. ત્યારે છોટાઉદેપુરની મુલાકાત જ્યારે મંત્રી કુંવરજી બાવળિયાએ લીધી ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ પુરવઠા મંત્રી હાય હાયના નારા લગાવી મંત્રીને ત્યાંથી ભગાડ્યા હતા. 


છોટાઉદેપુરના એક ગામમાં મંત્રીને કરવો પડ્યો વિરોધનો સામનો 

જ્યારે ગામડામાં રહેતા લોકો પાસે સુવિધાઓ નથી પહોંચતી , જ્યારે ગામડામાં રહેતા લોકોનો અવાજ નથી સાંભળવામાં આવતો ત્યારે તે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠતો હોય છે. ત્યારે લોકોના વિરોધનો સામનો કુંવરજી બાવળીયાએ કરવો પડ્યો હતો. ગઈકાલે છોટાઉદેપુરના રોજકુવાં ગામે મંત્રી કુંવરજી બાવળિયા પાણી પુરવઠા યોજનાની મુલાકાતે માટે ગયા હતા. ત્યારે લોકોએ મંત્રીનો હુરિયો બોલાવી વિરોધ કર્યો હતો. વિરોધ શા માટે થયો તેની વાત કરીએ તો, ગૌચરની જમીનમાં ખોટી રીતે ટાંકી બનાવ્યાનો ગામ લોકોએ મોટો આરોપ લગાવ્યો હતો. અગાઉ પણ આ બાબતે ગામ લોકોએ અનેક રજૂઆતો કરી હતી. પરંતુ તેમના પ્રશ્નોનો કોઈ ઉકેલ ના આવતા લોકો મંત્રી પર તૂટી પડ્યા અને તેમને ભગાડવાનો પ્રયાસ કર્યો. 


મંત્રીજીની ગાડી રોકી લોકોએ ઠાલવ્યો પોતાનો રોષ

છોટાઉદેપુરના 3 થી 4 ગામની મુલાકાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા ગયા હતા. મુલાકાત દરમિયાન તેએ રોજકુવાં ગામે પહોંચ્યા તો ત્યાં તેમને લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મંત્રીજીની ગાડી રોકી લેવામાં આવી અને ગ્રામજનોએ પોતાનો રોષ ઠાલવ્યો. આદિવાસી વિસ્તારોમાં અનેક સમસ્યા હોય છે અને છોટાઉદેપુરમાં લોકો અધિકારીઓને અને નેતાઓને કહી કહીને થાક્યા તો પણ કોઈ વાતનો ઉકેલ નથી આવતો.


સીએમે શાળાની લીધી હતી ઓચિંતી મુલાકાત 

એટલે હવે ત્યાંના લોકો ઉગ્ર બન્યા છે જોકે એક સારી વાત એ પણ છે કે મંત્રીઓની આંખ હવે ખૂલી છે અને તેઓ ગામડાઓની મુલાકાત લેવા જઈ રહ્યા છે. થોડા દિવસ પહેલાજ વિશ્વ આદિવાસી દિવસ નિમિતે તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલી ગુણસદાની આશ્રમ શાળાની મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ઓચિંતી મુલાકાત લીધી હતી. તે સમયે શાળામાં મીટરના ખુલ્લા વાયરો જોઇને મુખ્યમંત્રી પણ ચોંકી ઉઠયા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલેક્ટરનો ઉધડો લીધો હતો.


રિયાલીટિ ચેક કરવામાં ત્યારે ખબર પડે કે યોજનાઓ તો લોકો સુધી પહોંચતી જ નથી!

બસ જો આવી રીતે જ મંત્રીઓ અને અધિકરીઓ છેવાળાના ગામ સુધી પહોંચે તો એમને ખ્યાલ આવે કે ગામની શું હાલત છે શિક્ષણની શું હાલત છે અને ગાંધીનગરની પાસ થતી એ યોજનાઓ વચ્ચે કયા ખવાઇ જાય છે? જો આવી જ રીતે નેતાઓ સરપ્રાઈઝ ચેકિંગ કરે ત્યારે તેમને જમીની હકીકત ખબર પડે. જે યોજનાઓ લોકો માટે શરૂ કરવામાં આવતી હોય છે, તે લાભાર્થીઓ સુધી નથી પહોંચતી. ગાંધીનગરથી ભલે ગમે તેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવે પરંતુ ગામડામાં રહેતા લોકોની પરિસ્થિતિ તો સરખી જ રહે છે. કારણ કે યોજનાઓ ત્યાં રહેતા લોકો સુધી પહોંચતી જ નથી. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?