નેતા હોય કે સ્વૈચ્છિક સંગઠન કે પછી કોઈ પણ સંસ્થા એક બાબત નગ્ન સત્ય છે કે કોઈને પણ ટીકા ગમતી નથી, આ કારણે ઘણી વખત વાતનું વતેસર થઈ જતું હોય છે. જેમ કે જાણીતા કવિ કુમાર વિશ્વાસે તાજેતરમાં ઉજ્જૈનમાં એક ભાષણ દરમિયાન RSSને અભણ ગણાવ્યું હતું. કુમાર વિશ્વાસને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની આ ટીકા ભારે પડી છે. કુમાર વિશ્વાસનો એક કાર્યક્રમ 'અપને અપને શ્યામ' વડોદરામાં યોજાવાનો હતો પણ હવે તે કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે.
કાર્યક્રમ રદ્દ કરવાની જાહેરાત કરાઈ
કુમાર વિશ્વાસનો કાર્યક્રમ અપને અપને શ્યામ વડોદરામાં પહેલી વાર યોજાવા જઈ રહ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન વડોદરાના નવલખી મેદાનમાં ત્રીજી અને ચોથી માર્ચના રોજ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની જાહેરાત વખતે વિશ્વાસને યુગ કવિ અને હાલના સમયના સૌથી વધારે લોકપ્રિય હિન્દી કવિ કહેવામાં આવ્યા હતા અને કૃષ્ણજીવન પર આધારિત તેમના કાર્યક્રમનું અપને અપને શ્યામ શીર્ષક હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.
આયોજકોએ શું કહ્યું?
કુમાર વિશ્વાસનો કાર્યક્રમ અપને અપને શ્યામ વડોદરામાં પહેલી વાર યોજાવા જઈ રહ્યો હતો, પરંતુ તાજેતરમાં વિશ્વાસે RSS વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આથી વડોદરાના આયોજકોએ ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે આપેલા નિવેદન અનુસાર રાષ્ટ્ર અને સંસ્કૃતિની રક્ષા કરવા માટે RSSના ઘણા સેવકોએ જીવનું બલિદાન આપ્યું છે. એવા જ એક સ્વયંસેવક દેશનું નેતૃત્વ કરી રહ્યા છે અને દેશને પ્રગતિના પંથે લઈ જઈ રહ્યા છે.
આવી સંસ્થાનું સન્માન જળવાઈ રહે તે માટે નફા નુકસાનની પરવાહ કર્યા વિના આ કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ માટે 52,000 કરતા વધારે રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. છતાં વડોદરામાં યોજાનાર આવા પહેલા કાર્યક્રમને રદ કરવાનો નિર્ણય વ્યથિત મને કરી રહ્યા છીએ, તેવી પ્રેસનોટ ડો. જીગર ઈનામદારના નામે વાઈરલ થઈ છે.
#WATCH |"...I commented about a youth in my office. Coincidentally,he works in RSS.He studies less.I told him to study, "Vaampanthi kupadh hain,tum anpadh ho." Apologies if it was taken in any other manner...," says poet Kumar Vishwas on his remark at an event in Ujjain on Feb 21 pic.twitter.com/iwKKRfp8HW
— ANI (@ANI) February 22, 2023
કુમાર વિશ્વાસે માફી માંગી હતી
#WATCH |"...I commented about a youth in my office. Coincidentally,he works in RSS.He studies less.I told him to study, "Vaampanthi kupadh hain,tum anpadh ho." Apologies if it was taken in any other manner...," says poet Kumar Vishwas on his remark at an event in Ujjain on Feb 21 pic.twitter.com/iwKKRfp8HW
— ANI (@ANI) February 22, 2023કુમાર વિશ્વાસે RSS અંગે નિવેદન કર્યા બાદ વિવાદ વકર્યો હતો, ભાજપના કાર્યકર્તાઓએ ચેતવણી આપી હતી કે જો કુમાર વિશ્વાસ માફીં નહીં માંગે તો તે રામકથા યોજવા દે છે નહીં. વિવાદ વકરતા અંતે કુમાર વિશ્વાસે વીડિયો જારી કરી માફી માંગી લીધી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે તેમણે એવું કાંઈક કહ્યું જેનો લોકોએ ખોટો મતલબ શોધી કાઢ્યો હતો.