ભાજપના MLA કુમાર કાનાણીનો લેટર બોંબ, સુરત મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી આપી આ ગર્ભિત ચીમકી


  • Published By :
  • Published Date : 2023-01-28 21:11:46

ભાજપના અગ્રણી નેતા અને સુરતની વરાછા રોડ વિધાનસભા સીટના ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી એક લેટર બોંબ ફોડ્યો છે. તેમણે સુરતમાં જોવા મળતી ગંદકી, દુર્ગંધ અને મરછરજન્ય રોગોના મુદ્દે સુરત મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખ્યો છે. ધારાસભ્ય કુમાર કાનાણીના આ પત્રથી રાજકીય હડકંપ મચી ગયો છે. 


કાનાણીએ શું પત્રમાં શું ફરિયાદ કરી?


ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે, મારા વિસ્તારમાં આવેલ ખાડીના કિનારા પર અસંખ્ય સોસાયટીના લોકો મચ્છર, ગંદકી તેમજ દુર્ગંધના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે, વર્ષોથી આ પ્રશ્ન બાબતે વારંવાર રજૂઆતો કરતા આવ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા કોઈ કામગીરીનો રિપોર્ટ પણ આપવામાં આવતો નથી. કામની સમીક્ષા પણ કરવામાં આવતી નથી અને મને ફોન પર ફક્ત જવાબ આપી દેવામાં આવે છે કે કામ થઈ જશે. કુમાર કાનાણીએ કમિશ્નરને પત્રના માધ્યમથી ગર્ભીત ચિમકી આપતા કહ્યું છે કે જો આ સમસ્યા હલ નહી થાય તો લોકો જન આંદોલન કરશે અને ત્યારે ન છૂટકે મારે પણ આ જન આંદોલનમાં જોડાવું પડશે જેની ખાસ નોંધ લેશો.


સુરતની વાસ્તવિક સ્થિતી શું છે?


દેશના સૌથી ક્લીન સિટીનો એવોર્ડ સતત ત્રીજા વર્ષે સુરતે જીત્યો હતો. 40 લાખથી વધુની વસ્તી ધરાવતા આ શહેરની ખાડી વિસ્તારની અસંખ્ય સોસાયટીઓમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. જેના લીધે મચ્છરો અને ગંદકીના કારણે ફેલાઈ રહેલી દુર્ગંધથી લોકો પરેશાન થઈ ગયાં છે. અનેક રજૂઆતો કર્યા બાદ પણ આ ગંદકીની સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી. જેથી સ્થાનિકો દ્વારા વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીને રજૂઆત કરવામાં આવતા તેમણે તંત્રને ખુલ્લો પત્ર લખી આંદોલનની ચીમકી આપી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?