જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સામે ચાલી રહેલી કાર્યવાહીમાં સેનાને મોટી સફળતા મળી છે. સેનાએ જે ઘરમાં આતંકવાદીઓ છુપાયા હતા તે ઘરને જ રોકેટ લોન્ચરથી ઉડાવી દીધું હતું. સેનાની આ જોરદાર કાર્યવાહીમાં 5 આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા તમામ આતંકવાદીઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના છે. આ એ જ લશ્કર-એ-તૈયબા છે, જેનો ચીફ હાફિઝ સઈદ છે. જે સ્થળે આ એન્કાઉન્ટર થયું હતું ત્યાંથી સેનાએ મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કર્યો છે. કાશ્મીર ખીણના કુલગામમાં ચાલી રહેલા આ ઓપરેશનનો આ બીજો દિવસ છે.
બાતમીના આધારે કાર્યવાહી
કુલગામમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળતા સુરક્ષાદળોએ તાત્કાલિક આ કાર્યવાહી હાથ ધરી હતી. જમ્મુ-કશ્મીર પોલીસ, સેનાની 34 રાષ્ટ્રિય રાઈફલ્સ અને CRPFની ટુકડીઓએ આ સંયુક્ત અભિયાન ચલાવ્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓ અચાનક જ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. તેના જવાબમાં સેનાના જવાનોએ પણ ફાયરિંગ કર્યું અને આતંકવાદીઓને ઘેરી લીધા હતા.
#WATCH via ANI Multimedia | J&K: Kulgam में जारी है Indian Army का अभियान, मुठभेड़ में ढेर हुये लश्करे-तैयबा के 5 Terroristshttps://t.co/q8ff0Nysrw
— ANI_HindiNews (@AHindinews) November 17, 2023
હજુ પણ ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન
#WATCH via ANI Multimedia | J&K: Kulgam में जारी है Indian Army का अभियान, मुठभेड़ में ढेर हुये लश्करे-तैयबा के 5 Terroristshttps://t.co/q8ff0Nysrw
— ANI_HindiNews (@AHindinews) November 17, 2023કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર, કુલગામ જિલ્લાના ડીએચ પોરા વિસ્તારના સમનુ પોકેટમાં ગુરુવારે બપોરે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેના સંકેતો મળ્યા બાદ સુરક્ષા દળોએ નેહામા ગામમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તે જ સમયે, સેનાને આવતા જોઈને આતંકવાદીઓમાં ગભરાટ ફેલાયો હતો. તેઓએ તરત જ સુરક્ષા દળો તરફ ગોળીબાર શરૂ કરી દીધો. સેનાએ પણ તરત જ ચાર્જ સંભાળ્યો અને એન્કાઉન્ટર શરૂ થયું.
અધિકારીઓએ કહ્યું કે, જોકે સુરક્ષા દળોએ એન્કાઉન્ટર વિસ્તારની આસપાસ ચુસ્ત ઘેરો ઘાલ્યો છે, પરંતુ આતંકવાદીઓ અહીં ફસાયેલા છે. તેમણે જણાવ્યું કે ઓપરેશન રાતોરાત મોકૂફ રાખવામાં આવ્યું હતું. પરંતુ શુક્રવાર સવારથી ફરી એકવાર કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હવે કામગીરી તેના છેલ્લા તબક્કામાં ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે તે થોડા કલાકોમાં સમાપ્ત થઈ જશે અને આતંકવાદીઓ પાસેથી મળી આવેલા હથિયારોની માહિતી આપવામાં આવશે.