કુલદીપસિંહ રાઉલજીએ ભાજપને કહ્યું રામ-રામ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 17:59:13

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ પક્ષપલટો કરનાર નેતાઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. નેતા કોંગ્રેસના હોય કે ભાજપના હોય, પોતાનો સ્વાર્થ જ્યાં સંતોષાતો હોય ત્યાં નમી જાય છે. કોંગ્રેસ છોડી હર્ષદ રાબડિયા ભાજપમાં સામેલ થયા તો કોંગ્રેસે પણ ભાજપના એક નેતાને પોતાના ખેમામાં લઈ લીધા છે. ભાજપ છોડી કોંગ્રેસમાં ભળી જનાર આ નેતા છે કુલદિપસિંહ રાઘવજી. 

કુલદિપસિંહ રાઉલજી થયા કોંગ્રેસના 

ભાજપને અલવિદા કહેનાર કુલદિપસિંહ રાઘવજી છેલ્લા ઘણા સમયથી સાવલી વિધાનસભા બેઠકથી ચૂંટણી લડવા માટે તૈયારી કરી રહ્યા છે. અનેક વખત આ ટિકિટ મેળવા માટે તેઓએ પ્રયાસ કર્યા હતા. પરંતુ હાઈ કમાન્ડથી કોઈ સંદેશોના આવતા તેમણે ભાજપને અલવિદા કહી દીધું છે. સાવલીથી તેમને ભાજપ દ્વારા ટિકિટ નહીં મળે તે વાતનો અંદાજો આવતા તેમણે કોંગ્રેસનો સાથ આપવાનો નિર્ણય કર્યો છે.    

Gujarat Assembly Elections: કોંગ્રેસનો વળતો પ્રહાર, વડોદરામાં ભાજપના દિગ્ગજ  નેતાને કોંગ્રેસમાં જોડ્યા

કોંગ્રેસમાં જોડાતા બદલાયા તેમના સુર

દરેક પક્ષપલટો કરનાર નેતાની જેમ ભાજપનો સાથ છોડી જનાર નેતાએ કોંગ્રેસમાં જઈ ભાજપની કામગીરી પર અનેક સવાલ કર્યા છે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે 10 વર્ષ ભાજપમાં હતો ત્યાં પણ નિષ્ઠાથી કામ કર્યું હતું. સ્થાનિક આગેવાન લોકો કામ કરતા નથી. યુવાઓને રોજગાર મળે એવા કોઈ પ્રયત્ન કરતા નથી. સ્થાનિક આગેવાન અન્ય સમાજના લોકોને ઉપર આવવા દેતા નથી.

પક્ષ બદલતા જ નેતાને ભાજપમાં દેખાયા દુર્ગુણ 

ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, જ્યાં 10 વર્ષ ભાજપમાં હતો ત્યાં પણ નિષ્ઠાથી કામ કર્યું હતું. સ્થાનિક આગેવાન લોકોના કામ કરતા નથી. યુવાઓને રોજગારી મળે એવા કોઈ પ્રયત્ન કરતા નથી. સ્થાનિક આગેવાન અન્ય સમાજના લોકોને ઉપર આવવા દેતા નથી. દરેક સમાજને સાથે લઈને હું ચાલ્યો, મને દબાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ હું દબાયો નહીં એટલે અહીંયા આવ્યો છું. 

ચૂંટણી દરમિયાન પાર્ટીની સારી વાતો જ પક્ષ પલટા બાદ કેમ લાગે છે ખરાબ?

પક્ષપલટો કરનાર નેતાઓના વાતો સાંભળી પ્રશ્ન તો થાય જ કે આવું બહ્મજ્ઞાન પાર્ટી છોડ્યા પછી જ કેમ થાય છે. પાર્ટીના નેતા તરીકે જે વાતોનો પ્રચાર કરતા હોય છે તે જ વાતો પક્ષ છોડ્યા પછી કેમ નથી દેખાતી. જે વાતો પાર્ટીમાં રહીને સૌથી વધારે સારી લાગે છે, તે જ વાતો પક્ષ છોડ્યા પછી ખરાબ લાગે છે.  




અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.