ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી ક્રિકેટ મેચને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. UAEમાં એશિયા કપ 2022નો શુભારંભ થવાનો છે. આ મહામુકાબલામાં ભાગ લેવા ભારતીય ક્રિકેટ ટીમ દુબઈ પહોંચી ચુકી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટના દિવસે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાશે પહેલી મેચ. ભારતે પણ તેની બોલિંગને વધુ ધારદાર બનાવવા માટે કુલદીપ સેનને ટીમમાં નેટ બોલર તરીકે સામેલ કર્યો છે.
કોણ છે કુલદીપ સેન?
રાજસ્થાન રોયલ્સના 25 વર્ષીય ફાસ્ટ બોલર કુલદીપ સેનનો જન્મ મધ્યપ્રદેશના રીવા જિલ્લાના હરિહરપુરમાં થયો હતો. તે મધ્ય પ્રદેશ માટે પ્રથમ શ્રેણી અને ટી 20 રમ્યો છે. તેમના પિતા રામપાલ સેન સિરમૌરમાં સલુનની દુકાન છે. આઈપીએલ 2022ના મેગા ઓક્સનમાં રાજસ્થાન રોયલ્સે તેને બેઝ પ્રાઈસ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. કુલદીપે વર્ષ 2018માં રણજી ટ્રોફી મુકાબલામાં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. આઈપીએલ મેચમાં કુલદીપે 149 કિમી પ્રતિ કલાકે બોલિંગ કરી હતી.
એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન) કેએલ રાહુલ (ઉપ કપ્તાન) વિરાટ કોહલી, સૂર્ય કુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત (વિકેટ કીપર) દિનેશ કાર્તિક (વિકેટ કીપર) હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, આવેશ ખાન.