Vadodaraમાં મુખ્યમંત્રી Bhupendra Patelની સભામાં ક્ષત્રિય યુવાનોએ વિરોધ કર્યો, કાફલાને અટકાવવા કર્યો પ્રયાસ! જુઓ દ્રશ્યો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-22 12:03:29

પરષોત્તમ રૂપાલા વિવાદને કારણે ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આપણી સામે એવા અનેક દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ભાજપના નેતાઓ સાથે પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો તેમના વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હોય. ત્યારે આ વિવાદને લઈ વિરોધનો સામનો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરવો પડ્યો છે વડોદરામાં... વડોદરામાં મુખ્યમંત્રીની સભા હતી જ્યાં ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ કર્યો છે. સભામાં તો વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ એવી પણ માહિતી સામે આવી છે કે તેમના કાફલાને પણ અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

આરપારની લડાઈ લડવા ક્ષત્રિય સમાજ તૈયાર! 

ક્ષત્રિય સમાજ છેલ્લા ઘણા સમયથી રૂપાલા સામે આંદોલન કરી રહ્યો છે. પરંતુ આ વિવાદ હજી સુધી શાંત નથી થયો. સમાધાનનો કોઈ રસ્તો નીકળ્યો નથી.. હવે ક્ષત્રિય સમાજે નવી રણનીતિ અપનાવી છે.. એક તરફ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પર ચિત્ર સ્પષ્ટ થશે. વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણીનું ચિત્ર પણ સામે આવશે. ક્ષત્રિય સમાજની માગ હતી કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. વિરોધના વંટોળ વચ્ચે તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું. ત્યારે આજે ચૂંટણી માટે ઉમેદવારી ખેંચવાનો અંતિમ દિવસ છે. ત્યારે ક્ષત્રિયો છેલ્લી ઘડી સુધી ઝૂકવાના મૂડમાં નથી, અને લડી લેવા માંગે છે.... 


ક્ષત્રિય સમાજના લોકોએ લગાવ્યા પરષોત્તમ રૂપાલા હાય હાયના નારા 

ગઈકાલે વડોદરામાં  મુખ્યમંત્રીની જાહેર સભામાં ક્ષત્રિય યુવાનો દ્વારા વિરોધ દર્શાવાયો હતો. લોકસભા ઉમેદવાર હેમાંગ જોશી અને વિધાનસભાના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જાહેર સભામાં ક્ષત્રિયો આક્રમક બન્યા હતા. ક્ષત્રિય યુવાનો દ્વારા કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાના હાય હાયના નારા લગાવાયા હતા. જો કે, પોલીસ દ્વારા પાંચથી વધુ યુવાનોની અટકાયત કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે...


સીએમની સભામાં યુવાનોએ કર્યો હોબાળો!  

લોકસભા ચૂંટણી નજીક આવતા ઉમેદવારો માટે પ્રચાર કરવાની શરૂઆત કરવામાં આવી ગઈ છે. અલગ અલગ જગ્યાઓ પર મુખ્યમંત્રી પ્રચાર કરવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે વડોદરા લોકસભા ક્ષેત્રના ચૂંટણી કાર્યાલયનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું.... અને સુભાનપુરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભામાં રાજકોટના ઉમેદવાર પરષોતમ રૂપાલાને લઈ વિરોધ કરાયો. મુખ્યમંત્રી જાહેર સભાને સંબોધીને રવાના થતાની સાથે જ 5થી 7 લોકોએ હોબાળો મચાવ્યો હતો. ટોળાએ ‘રૂપાલા હાય હાય’ના નારા લગાવ્યા હતા. નારા લગાવતાની સાથે જ પોલીસે તાત્કાલિક તમામ લોકોની અટકાયત કરી હતી તેવી માહિતી સામે આવી છે.


અનેક નેતાઓને કરવો પડ્યો છે વિરોધનો સામનો 

તે સિવાય એવી પણ માહિતી સામે આવી હતી કે સીએમના કાફલાને રોકવાનો પ્રયાસ પણ કરાયો હતો. પરંતુ તે પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. મહત્વનું છે કે આ પહેલી વખત નથી બન્યું કે ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો હોય. બનાસકાંઠા ડો. રેખા ચૌધરીને, હાર્દિક પટેલ સહિતના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?