Rajkot Loksabha બેઠક પર Parshottam Rupalaના વિરોધમાં ક્ષત્રિય મહિલાઓ લડશે ચૂંટણી, લઈ લીધા ફોર્મ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-13 10:53:40

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિ તો ગરમાઈ રહી છે પરંતુ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદનો મુદ્દો પણ ગરમાઈ રહ્યો છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. અનેક જગ્યાઓ પર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. આ બધા વચ્ચે ક્ષત્રિય સમાજ દ્વારા ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવવામાં આવ્યું કે જો પરષોત્તમ રૂપાલા ફોર્મ ભરશે તો ઓપરેશન રૂપાલા જેવું તમામ 26 બેઠકો પર થશે, ઉપરાંત એવી માહિતી પણ સામે આવી કે રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ ફોર્મ ભરશે, અને એની તૈયારીઓ પણ ચાલી રહી છે..    

ક્ષત્રિય મહિલાઓ અને પોલીસ વચ્ચે સર્જાય છે ઘર્ષણ!

ગુજરાતના અનેક ભાગોમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તે માગ સાથે  ક્ષત્રિય સમાજ અડગ દેખાઈ રહ્યો છે. વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નહીં. વિવાદ પ્રતિદિન વધી રહ્યો છે.  જામનગર-રાજકોટમાં ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિય મહિલાઓ દ્વારા કરવામાં આવેલા વિરોધમાં પોલીસ અને ક્ષત્રિય મહિલાઓ સાથે કરવામાં આવેલા ઘર્ષણ મામલે ગોતામાં રાજપૂત ભવન ખાતે રાજપૂત સંકલન સમિતિના આગેવાનો દ્વારા ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. 


જો પરષોત્તમ રૂપાલા ફોર્મ ભરશે તો.... 

જેમાં કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે આ વિરોધની વડાપ્રધાનને 15 દિવસથી બધી ખબર છે, રૂપાલાની માફીમાં અહમ્ હતો. જો રુપાલા ફોર્મ ભરશે તો 'ઓપરેશન રૂપાલા' જેવું તમામ 26 બેઠક પર થશે.  સાથે સાથે એવું પણ કહ્યું કે,  આ બિનરાજકીય છે, આ સામાજિક આંદોલન છે. ગુજરાતના તમામ જિલ્લામાં વિરોધ છે, જો રૂપાલા નહિ બદલાય તો તમામ બેઠકો પર જોવા જેવી થશે, માત્ર ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન અને હરિયાણામાં પણ શરૂઆત થઈ ગઈ છે. પરષોત્તમ રૂપાલા ફોર્મ ભરશે તો સાથે મજબૂત ઉમેદવાર પણ ફોર્મ ભરશે. રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ ફોર્મ ભરશે, એની તૈયારીઓ ચાલી રહી છે.... અને 100 ફોર્મ રાજકોટમાંથી લેવાઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે...   


પરષોત્તમ રૂપાલા સામે મહિલાઓનો વધતો આક્રોશ!

રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશભરમાં ચાલી રહી છે... ખાસ તો ક્ષત્રિય મહિલાઓ આંદોલનમાં આગળ આવીને વિરોધ કરી રહી છે.... મહિલાઓનું કહેવું છે કે અમારી અસ્મિતા પર ટિપ્પણી કરી તેને ચલાવી ન લેવાય અને માત્ર એક જ માંગ છે કે રુપાલાની ટિકિટ રદ કરો.... લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો આક્રોશ ઓછો થવાનું નામ લઇ રહ્યો નથી. 



રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ ઉમેદવારી નોંધાવશે

રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ નવી રણનીતિ અપનાવી હતી....  રાજપૂત સમાજની સંકલન સમિતિના મહિલા અધ્યક્ષે અગાઉ જ જાહેરાત કરી હતી કે રાજકોટમાં ક્ષત્રિય સમાજની 100 મહિલાઓ ઉમેદવારી નોંધાવશે..... રાજકોટ લોકસભા બેઠક પરથી એક સાથે 100 ક્ષત્રિયાણીઓ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે... તો આજે ક્ષત્રિય મહિલા આગેવાનો રાજકોટ કલેક્ટર કચેરીમાં પહોંચી હતી.. અને રાજકોટ લોકસભા બેઠક પર પહેલા જ દિવસે 100 ક્ષત્રિય મહિલાઓએ ઉમેદવારી ફોર્મ ઉપાડ્યા કુલ 384થી વધુ મહિલાઓ ઉમેદવારી નોંધાવશે... 


ફોર્મ લેવા ઉમટી અનેક મહિલાઓ...  

તો મહિલાઓ કહી રહી છે કે આજથી અમે ફોર્મ ભરીને ચૂંટણી લડવાના શ્રીગણેશ કરી રહ્યાં છીએ... હવે બેલેટ પેપરથી ચૂંટણી થાય તે પણ ક્ષત્રિયોના પ્રયાસ છે... પી ટી જાડેજાના દિકરી, ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના બહેન નયનાબા પણ ચૂંટણી ફોર્મ લેવા પહોંચ્યા હતા... ચોથી નવરાત્રીમાં ફોર્મ ભર્યું છે. 384 ફોર્મ ભરવાનો ટાર્ગેટ છે. ગઈકાલે અનેક કલાકો સુધી મેરેથોન બેઠકો ચાલી હતી જેમાં કઈ રણનીતિ સાથે આગળ વધવું તે અંગે ચર્ચા ચાલી હતી. ગરાસિયા બોર્ડિંગમાં ચાલેલી મેરેથોન બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. જેમાં આંદોલનને વધુ તેજ બનાવવા માટે ઓપરેશન રૂપાલા નામ આપવામાં આવ્યું છે.



ક્ષત્રિય સમાજમાંથી 400 લોકો ભરશે ઉમેદવારી ફોર્મ!  

જો લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા ફોર્મ ભરશે તો તેની સામે ક્ષત્રિય સમાજનાં મહિલા અને પુરૂષો મળી 400 જેટલા લોકો ઉમેદવારી નોંધાવશે. જેના કારણે ચૂંટણી પંચ અને સરકારી તંત્રનું કામ વધી જશે અને ફરજિયાત બેલેટ પેપરથી મતદાન કરવાની ફરજ પડશે..... તેવી ચર્ચાઓ થઈ હતી... તો હવે સવાલ એ છે કે શું ખરેખર બેલેટ પેપરથી ચૂંટણી થશે કે ઈવીએમથી... આ પ્રશ્નનો જવાબ અમને ચૂંટણી પંચની વેબસાઇટ પરથી મળ્યો હતો. ચૂંટણી પંચની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે એક ઈવીએમમાં કુલ 16 ઉમેદવારો આવી શકે છે, જેમાં નોટા પણ સામેલ છે. 



જો બેલેટ પેપરથી ચૂંટણી કરાવી હોય તો.... 

દરેક બેલેટ યુનિટ NOTA સહિત 16 ઉમેદવારોને પૂરી કરી શકે છે. ઈવીએમનો સેટ બનાવવા માટે કુલ 24 બીયુને એક સીયુ સાથે જોડી શકાય છે. તેથી, જ્યારે જરૂરી હોય ત્યારે, EVMનો એક સેટ NOTA સહિત વધુમાં વધુ 384 ઉમેદવારો સુધી પહોંચી શકે છે. એટલે કે જો રાજકોટની લોકસભા સીટ પર બેલેટ પેપરથી ચૂંટણી યોજવવી હોય તો તે માટે 384થી વધુ ઉમેદવારો હોવા જરૂરી છે. ચૂંટણી પંચ દ્વારા 384 ઉમેદવાર સુધી મતદાન ઈવીએમ દ્વારા જ કરાવવામાં આવે છે. એટલે કે જો રાજકોટમાં 100થી વધુ ક્ષત્રિયાણીઓ મેદાનમાં ઉતરે તો પણ ચૂંટણી ઈવીએમથી જ યોજાશે. પણ જો 384 કરતા વધુ ફોર્મ ઉપડે તો બેલેટથી ચૂંટણી શક્ય છે... એટલે હવે ક્ષત્રિયોએ નવી રણનીતિ અપનાવી છે... ભાજપની રણનીતિ પર સૌ કોઈની નજર છે....  



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...