ગુજરાતમાં પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો. ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની વાત તેમના દ્વારા કરવામાં આવી. અનેક વખત એવા વીડિયો પણ સામે આવ્યા જેમાં તે ભાજપને વોટ ન કરવાની પ્રતિજ્ઞા લેતા હોય. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થઈ અને ક્યાં કેટલું મતદાન થયું તેના ડેટા પણ સામે આવ્યા. આણંદ લોકસભા બેઠકની વાત આજે કરવી છે.. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદારો રહે છે.. ભારતીય જનતા પાર્ટીએ મિતેશ પટેલને ઉમેદવાર જાહેર કર્યા હતા જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અમિત ચાવડાને ટિકીટ આપવામાં આવી હતી.
આ વખતે 26-0 થવું અઘરૂં છે - વરિષ્ઠ પત્રકારોનો મત
આપણા રાજ્યમાં સાતમી તારીખે મતદાન પૂર્ણ થયું.. ક્યાં કેટલું મતદાન થયું તેનો આંકડો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ઓવરઓલ 60 ટકા મતદાન થયું છે, વલસાડ બેઠક પર સૌથી વધારે મતદાન થયું છે. એવું કહીએ જ્યાં જ્યાં ધારાસભ્યોએ ચૂંટણી લડી ત્યાં મતદાનના પ્રમાણમાં પણ વધારો છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ જ્યારે અનેક પત્રકારો સાથે ટીમે વાત કરી ત્યારે તેમનું કહેવું હતું કે આ વખતે 26-0 થવું અઘરૂં છે.. અનેક એવી બેઠકો છે જ્યાં બીજેપીને સારી એવી ટક્કર જોવા મળી શકે છે. ક્ષત્રિય સમાજના આંદોલનની સૌથી વધારે અસર જો જોવા મળી હોય તો તે આણંદ લોકસભા બેઠક છે..
ક્ષત્રિય સમાજના મતદાતાઓ કરી શકે છે મોટી અસર
આંકલાવની આસપાસના વિસ્તારોમાં સૌથી વધારે મતદાન થયું છે.. આણંદના જાતિગત સમીકરણોની વાત કરીએ તો 8 લાખથી વધારે ક્ષત્રિય સમાજના લોકો વસે છે 4 લાખ જેટના પાટીદાર લોકો વસે છે 3 લાખ જેટલા મુસ્લિમ મતદારો છે. લગભગ 41 ટકા હિસ્સો ક્ષત્રિય સમાજના લોકો વસે છે.. ગામડાઓના લોકોએ સારા પ્રમાણમાં મતદાન કર્યું છે. શહેરી વિસ્તારના લોકોએ મતદાન કરવામાં નિરસતા દર્શાવી છે તેવી વાત સામે આવી છે.. ત્યારે ક્ષત્રિય સમાજના મતદાતાઓનો વોટ ઉમેદવારની જીતમાં મોટી અસર કરી શકે છે.. ત્યારે જોવું રહ્યું કે કયા ઉમેદવારની જીત થાય છે...