ક્ષત્રિય સમાજ ભાજપના નેતાનો વિરોધ નહીં કરે પરંતુ બીજેપી વિરોધી મતદાનની નીતિને યથાવત રાખશે? જાણો સંકલન સમિતીએ પત્રમાં શું કરી અપીલ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-01 12:00:34

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા ગુજરાતના અનેક ભાગોમાં કરવામાં આવ્યો હતો. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો છે... આ બધા વચ્ચે પીએમ મોદી આજથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ બધા વચ્ચે સંકલન સમિતિ દ્વારા એક પત્ર સમાજને સંબોધીને લખવામાં આવ્યો છે જેમાં વિરોધ ના કરવા અપીલ કરવામાં આવી છે...  લોકશાહી ઢબે ક્ષત્રિય સમાજના લોકોને આંદોલન આગળ વધારવા અપીલ કરવામાં આવી છે..


ક્ષત્રિય સંકલન સમિતીએ બદલી રણનીતિ

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ક્ષત્રિય સમાજના લોકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે... પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે... ગુજરાતના અનેક ભાગોથી વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે મુખ્યત્વે જામનગરથી સામે આવ્યા છે. આ બધા વચ્ચે પીએમ  મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. અનેક સભાઓને ગજવવાના છે ત્યારે ક્ષત્રિય સંકલન સમિતીએ રણનીતિ બદલી છે. પત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ઘર્ષણ વગર મત એ જ શસ્ત્રના ધ્યેય સાથે આગળ વધવા માટે અપીલ કરવામાં આવી છે.  



ભાજપના નેતાના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના લોકો કરી રહ્યા હતા વિરોધ!

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈ આપવામાં આવેલા નિવેદનને કારણે ગુજરાતમાં ઠેર ઠેર પરષોત્તમ રૂપાલા તેમજ ભાજપનો વિરોધ થઈ રહ્યો છે. જામનગરથી વિરોધના અનેક દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તે સિવાય ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો છે. ક્ષત્રિય સમાજના લોકો નેતાઓના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન કરે છે.. આ બધા વચ્ચે સંકલન સમિતિ દ્વારા એક પત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં સમસ્ત ક્ષત્રિય સમાજને સંદેશો આપવામાં આવ્યો છે... 



લોકશાહી ઢબે આંદોલન આગળ વધારવા લોકોને કરાઈ અપીલ

પત્રમાં લખવામાં આવ્યું છે કે  ગુજરાત રાજ્યના સમસ્ત શત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા આંદોલન છેલ્લા ઘણા દિવસથી ખૂબ જ શાંતિપૂર્વક અને સ્વયં શિસ્ત સાથે ચાલી રહ્યું છે જેની નોંધ દેશભરમાં લેવાય છે આપણી નારી શક્તિના સ્વાભિમાન માટેનો આંદોલન અહિંસક અને કોઈપણ પ્રકારના સંઘર્ષ કે ઘર્ષણ વગર મત એ જ શસ્ત્રના ધ્યેય સાથે લોકશાહી ઢબે સમસ્ત ક્ષત્રિય સમાજ એકતાના દર્શન સાથે ખૂબ શિસ્ત પૂર્વ આગળ વધી રહ્યું છે..... 


ભાજપ વિરોધી ઉમેદવારને મતદાન કરવા.... 

પાર્ટ-2 નીતિ મુજબ બીજેપી વિરોધી મતદાનની નીતિ યથાવત છે અને બાઈકોટ બીજેપી સાથે આપણે શાંતિપૂર્વક લોકશાહી ઢબે ક્ષત્રિય અસ્મિતા આંદોલન ચાલુ રહેશે અને ભાજપ વિરોધી સક્ષમ ઉમેદવારને મતદાન કરવા માટે આહ્વાન કરીએ છીએ અને બુથ મેનેજમેન્ટને વધુમાં વધુ મજબૂત કરીને મતદાન કરી એ મુજબની રણનીતિ યથાવત રહેશે.. મહત્વનું છે કે સંકલન સમિતી દ્વારા આ પત્ર બહાર પાડવામાં આવ્યો છે... સંકલન સમિતીની વાત ક્ષત્રિય સમાજના લોકો કેટલી માને છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે... 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?