રાજ્યના અનેક ભાગોમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે જેને કારણે ક્ષત્રિય સમાજ માગ કરી રહ્યો છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. વિરોધના દ્રશ્યો અનેક જગ્યાઓથી આપણી સામે આવ્યા છે જેમાં રૂપાલા હાય હાયના નારા લાગ્યા હતા. આવતીકાલે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય આવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આવતી કાલે રાજકોટ ખાતે આ સંમેલન યોજાવાનું છે તે પહેલા હિંમતનગરના રાજપુર ખાતે ક્ષત્રિય સમાજનું આંદોલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર હતા. તેમની એક જ માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે..
હિંમતનગર ખાતે યોજાયું ક્ષત્રિય સમાજ અસ્મિતા સંમેલન
રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભાજપે પરષોત્તમ રૂપાલાનો વિરોધ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે, એક તરફ ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાઈ રહ્યો છે તો બીજી તરફ પરષોત્તમ રૂપાલા 16 એપ્રિલે નામાંકન ફોર્મ ભરવાના છે. અલગ અલગ જગ્યાઓ પરથી વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં અનેક જગ્યાઓ પર ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
"જો ટિકીટ રદ્દ નહીં થાય તો..." - ક્ષત્રિય સમાજના આગેવાનો
આવતી કાલે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજે મહાસંમેલનનું આયોજન કર્યું છે પરંતુ તે પહેલા આજે હિંમતનગર ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા. પોતાના સંબોધનમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ કહ્યું કે સમગ્ર સંમેલનનો માત્ર એક જ એજન્ડા છે કે, ટિકિટ રદ કરવી, સંમેલનમાં ટિકિટ રદ નહીં થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચીમકી પણ આપવામાં આવી છે.