દ્વારકામાં આવેલા જગપ્રસિધ્ધ જગતમંદિરમાં કૃષ્ણ જન્મને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મંદિર ટ્રસ્ટ અને યુવાનો તૈયારીઓને આખરી ઓપ આપવામાં લાગ્યા છે. રાજ્ય અને દેશના વિવિધ ભાગોમાંથી શ્રદ્ધાળુઓ વ્હાલાના વધામણા કરવા માટે આવી રહ્યા છે. મંદિરને લાઈટ, આસોપાલવ, કેળ અને વાંસના તોરણોથી શણગારવામાં આવી રહ્યું છે. આખા ગામમાં 100થી વધુ મટકીઓ બાંધવામાં આવી છે. જન્માષ્ટમીની સવારે યુવાનો ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢશે, જેમાં હજારો લોકો જોડાશે.મંદિરે આવતા ભક્તોને કોઈ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આવતીકાલે કાળીયા ઠાકોરના ધામ દ્વારકામાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દ્વારકાધીશ મંદિર પરિસર તેમજ આસપાસના વિસ્તારોને સુંદર રોશની વડે સુશોભિત કરવામાં આવ્યા છે.
દ્વારકાધીશનો 5250માં જન્મોત્સવ
દ્વારકામાં હાલ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જગત મંદિરમાં કૃષ્ણજન્મનો ઉત્સવ ઉજવાશે. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો કૃષ્ણ જન્મોત્સવમાં જોડાશે. ભગવાન દ્વારકાધીશના 5250માં જન્મોત્સવ નિમિત્તે આવતીકાલે કાળીયા ઠાકોરના ધામ દ્વારકામાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીને લઈ દ્વારિકાધીશના નવા વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે. આ વખતે ઠાકોરજીને કેસરિયા વાઘા પહેરાવવામાં આવશે. આ સાથે જ કાળીયા ઠાકરને રત્નજડિત આભૂષણ ચઢાવાશે. સોના-ચાંદીના તારથી ભરતકામ કરાયેલા વસ્ત્રો પણ કાળિયા ઠાકરને અર્પણ કરાશે. આ વસ્ત્રનું ભરતકામ કોલકાતા, સુરત અને રાજકોટમાં કરવામાં આવ્યું છે.
Shree Dwarkadhish Jagad Mandir Dwarka ???????? pic.twitter.com/KdmCYk5YLB
— Dwarkadhish Temple Official (@DwarkaOfficial) September 6, 2023
આ પ્રમાણે છે જગત મંદિરનો સમગ્ર કાર્યક્રમ?
Shree Dwarkadhish Jagad Mandir Dwarka ???????? pic.twitter.com/KdmCYk5YLB
— Dwarkadhish Temple Official (@DwarkaOfficial) September 6, 2023દ્વારકામાં જન્માષ્ટમી નિમિત્તે આવતીકાલે ગુરુવારે જગત મંદિર ખાતે સવારે 6 વાગ્યે મંગળા આરતી થશે, જે બાદ 8 વાગ્યે શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન દર્શન (અભિષેક), 10 વાગ્યે સ્નાનભોગ (દર્શન બંધ), 10:30 કલાકે શૃંગાર ભોગ (દર્શન બંધ), 11 વાગ્યે શૃંગાર આરતી, 11:15 કલાકે ગ્વાલ ભોગ (દર્શન બંધ) 12 વાગ્યે રાજભોગ (દર્શન બંધ) અને બપોરે 1 થી 5 વાગ્યા સુધી અનોસર (દર્શન બંધ) રહેશે. જે બાદ સાંજે 5 વાગ્યે ઉત્થાપન બાદ સાડા 5 થી પોણા 6 વાગ્યા સુધી ઉત્થાપન ભોગ, 7:30 વાગ્યે સંધ્યા ભોગ, 7:45 કલાકે સંધ્યા આરતી દર્શન તેમજ સાડા 8 વાગ્યે શયન આરતી દર્શન પછી રાતે 9 કલાકે શયન (અનોસર) રહેશે.ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવવા માટે રાતે 12 કલાકે આરતીના ભવ્ય દર્શન થશે. જે બાદ રાતે અઢી વાગ્યે શ્રીજી શયન (દર્શન બંધ) થશે. આ માટે મંદિર સમિતિ તેમજ પોલીસ તંત્ર દ્વારા જરૂરી જહેમત ઉઠાવવામાં આવી રહી છે.