રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધના કારણે વિશ્વમાં મોંઘવારી અને ક્રુડ ઓઈલના ભાવ આસમાને પહોંચી છે. જો કે હવે બીજા એક યુધ્ધના ભણકારા વાગી રહ્યા છે. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા યુધ્ધની નજીક પહોંચી ગયા છે. દક્ષિણ કોરિયાની સેનાએ કહ્યું કે ઉત્તર કોરિયાએ તેના લગભગ 180 વિમાન રવાના કર્યા છે. સંભવીત હુમલાનાની આશંકા વચ્ચે દક્ષિણ કોરિયાએ પણ તેના ફાઈટર વિમાનો તૈનાત કરી દીધા છે.
North Korea fired at least 17 missiles into the sea. Seoul says one of them landed less than 60 km off South Korea’s coast, which the South's President Yoon Suk-yeol described as 'territorial encroachment' by Pyongyang https://t.co/t19iDizDEz pic.twitter.com/G9TajqMwfN
— Reuters (@Reuters) November 2, 2022
શા માટે કિમ જોંગ ઉન આક્રમક બન્યા?
North Korea fired at least 17 missiles into the sea. Seoul says one of them landed less than 60 km off South Korea’s coast, which the South's President Yoon Suk-yeol described as 'territorial encroachment' by Pyongyang https://t.co/t19iDizDEz pic.twitter.com/G9TajqMwfN
— Reuters (@Reuters) November 2, 2022દક્ષિણ કોરિયા તેના મિત્ર દેશ અમેરિકા સાથે એક યુધ્ધ કવાયતમાં ભાગ લઈ રહ્યું છે. વિજિલેંટ સ્ટોર્મ એરફોર્સ યુધ્ધ અભ્યાસથી ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન ઘણા નારાજ છે. અત્રે ઉલ્લેખનિય છે કે કિમ જોગ ઉને આ યુધ્ધ કવાયતમાં ન જોડાવા માટે દક્ષિણ કોરિયાને ચેતવણી આપી હતી. જો કે દક્ષિણ કોરિયા તે ચેતવણી ફગાવી નાખતા કિમ જોંગ ઉન આક્રમક બન્યા છે.
કિમ જોંગ ઉને છેલ્લા 3 દિવસમાં 80 મિસાઈલો છોડ્યા
દક્ષિણ કોરિયા તેના મિત્ર દેશ અમેરિકા સાથે યુધ્ધાભ્યાસ કરી રહ્યા છે. આ યુધ્ધ કવાયતનો ઉત્તર કોરિયા વિરોધ કરી રહ્યું છે. કિમ જોંગ ઉને છેલ્લા 3 દિવસમાં લગભગ 80 મિસાઈલો છોડ્યા છે. જેના કારણે દક્ષિણ કોરિયા અને જાપાનમાં ચિંતાનો માહોલ છે.