કોન બનેગા કરોડપતિના સીઝન 14 પહેલાં કરોડપતિ મળી ગયા !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 16:13:57

KBC ( કોણ બનેગા કરોડપતિ) સિન 14ને પોતાની પેહલી કરોડપતિ મળી ગઈ છે. મહારાષ્ટ્રના કવિતા ચાવલાએ જબરજસ્ત પર્ફોમન્સ આપી ને 1 કરોડ રૂપિયા જીત્યા છે . કવિતાબેન માટે આ જીત ખૂબ મોટી છે. કવિતાબેન માત્ર 12 ચોપડી ભણેલા છે પરંતુ તેમણે પોતાની મેહનત અને દ્રઢ  નિશ્ચય સાથે અભ્યાસ કર્યા એટલે તેમને જીત મળી.

 

કવિતાબેનનું સપનું 

કવિતાબેન આજે જે જગ્યાએ છે તેમને ત્યાં પહોંચવા ખૂબ સંઘર્ષ કરવો પડ્યો છે. તેમણે KBCમાં આવવાનું સપનું વર્ષ 2000માં જોયું હતું. હવે 22 વર્ષની મેહનત તેમની સફળ થઈ. કવિતા સિંગલ પેરેન્ટ છે અને તેમણે 12મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. તેઓ આગળ ભણવા ઈચ્છતા હતા પરંતુ તેમના પિતાએ વધુ અભ્યાસ કરવાની મંજૂરી ન આપી અને તેમને ઘરકામ શીખવાની સલાહ આપી હતી. કવિતાએ જણાવ્યું કે તેઓ આ જીતેલી રકમથી પોતાનું તમામ દેવું ચૂકતે કરશે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે