અરવિંદ કેજરીવાલની હાજરીમાં કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી જોડાયા AAPમાં


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-10-30 15:02:51

ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારી રહ્યા છે. આપ પૂરજોશમાં ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે. અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના પ્રવાસે છે. તેમના પ્રવાસ દરમિયાન અનેક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે કોળી સમાજના આગેવાન રાજુભાઈ સોલંકી અને તેમના પુત્ર બ્રિજરાજ સોલંકી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

ખેસ પહેરાવી અરવિંદ કેજરીવાલે કર્યું સ્વાગત 

કોળી સમાજના આગેવાનનું સ્વાગત અરવિંદ કેજરીવાલે AAPનો ખેસ પહેરાવી કર્યું હતું. જ્યારે તેમના પુત્ર બ્રિજરાજ સોલંકીનું સ્વાગત ભગવંત માને કર્યું હતું. પોતાના સંબોધનમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે. સમાજના પ્રખ્યાત તથા લોકોની સતત સેવા કરતા હોય તેવા દિગ્ગજ નેતાઓ આપમાં જોડાઈ રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે જનતાને અમારા પર વિશ્વાસ છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...