‘ટૉવર ઑફ લંડન’ના પ્રદર્શનમાં મૂકાયો કોહિનુર હીરો! કોહિનુર માટે ભારત દ્વારા કરાતા દાવા અંગે રોયલ ફેમિલીના પ્રદર્શનમાં સ્વીકારાયું! લખાયું કે..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-03 18:42:34

આપણે જ્યારે કોહિનુર હીરાની વાત કરીએ તો આપણને એક જ વસ્તુ યાદ આવે કે અંગ્રેજો બળજબરીથી કોહિનુરને પોતાની સાથે લઈ ગયા હતા. આ વાતને લઈ અનેક વખત ચર્ચા પણ થઈ હતી પરંતુ હવે આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. બ્રિટનના ટાવર ઓફ લંડનના એક્ઝિબિશનમાં આ વાત કહેવામાં આવી છે. પ્રદર્શનમાં કહેવામાં આવ્યું છે કે ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કોહિનૂર હીરો ભારતમાંથી લઈ ગયા હતા. મહારાજા દિલીપ સિંહને આ હીરો આપવા માટે મજબુર કરવામાં આવ્યા હતા. 1849માં અંગ્રેજોએ દિલીપ સિંહ પાસેથી લાહોર છીનવી લીધું હતું. અને લાહોર સંધી હેઠળ દિલીપ સિંહ સમક્ષ કોહિનુર હીરો સોંપવાની શરત મૂકવામાં આવી હતી.  


ટાવર ઓફ લંડનમાં કરાયું કોહિનુર હીરાનું પ્રદર્શન!

બ્રિટનના રાણી એલિઝાબેથના તાજ પર ભારતનો કોહિનુર હીરો આજે પણ જોવા મળે છે. ભારત દ્વારા કોહિનુરને લઈ દાવા કરવામાં આવે છે. ભારત પરત લાવવા સરકાર દ્વારા પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ટાવર ઓફ લંડનમાં એક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું  હતું. આ પ્રદર્શનીમાં અનેક કિંમતી હીરાઓ તેમજ ઝવેરાતોને રાખવામાં આવ્યા હતા. પરંતુ સૌથી વધારે ધ્યાન કોહિનુર હીરા માટે લખવામાં આવેલા લખાણે ખેંચ્યું હતું. 



દિલીપ સિંહ સમક્ષ મૂકાઈ હતી કોહિનુર હીરો સોંપવાની શરત! 

કોહિનુર હીરાને લઈ કરવામાં આવેલા લખાણમાં જાણે ભારત જે દાવો કરી રહ્યું છે તેને સાચો સાબિત કરી રહ્યું છે. પ્રદર્શનમાં કહેવામાં આવ્યું છે કે ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કોહિનૂર હીરો ભારતમાંથી લઈ ગયા હતા. મહારાજા દિલીપ સિંહને આ હીરો આપવા માટે મજબુર કરવામાં આવ્યા હતા. 1849માં અંગ્રેજોએ દિલીપ સિંહ પાસેથી લાહોર છીનવી લીધું હતું. અને લાહોર સંધી હેઠળ દિલીપ સિંહ સમક્ષ કોહિનુર હીરો સોંપવાની શરત મૂકવામાં આવી હતી. મહત્વનું છે કે આ લખાણ બકિંગહામ પેલેસના રોયલ કલેક્શન ટ્ર્સ્ટની મંજૂરી લીધા બાદ જ લખવામાં આવ્યું હશે. આ પ્રદર્શનમાં અનેક વીડિયો તેમજ પ્રેઝેન્ટેશન બતાવવામાં આવ્યા હતા જેમાં કોહિનુર હીરાનો ઈતિહાસ બતાવવામાં આવ્યો હતો.         

 


'વિજય પ્રતીક' તરીકે મૂકવામાં આવ્યો છે કોહિનુર! 

પ્રદર્શનીમાં જે ફિલ્મ બતાવવામાં આવી તેમાં કોહિનુરનો ઈતિહાસ પણ દર્શાવવામાં આવ્યો. સમગ્ર ઈતિહાસ ગ્રાફિકના મેપની મદદથી બતાવવામાં આવ્યો છે. પ્રવક્તાએ કહ્યું કે, ‘આ વિજયના પ્રતીક તરીકે પોતાના લાંબા ઈતિહાસને સંદર્ભિત કરે છે, જે મુગલ સમ્રાટો, ઈરાનના શાહો, અફઘાનિસ્તાનના અમીરો અને શીખ મહારાજાઓના હાથોમાંથી પસાર થયો છે. અમે તેને પ્રદર્શનીમાં રાખતા પહેલા વ્યાપક શોધ તેમજ સ્થાનીક લોકો, સામુદાયિક સમૂહો અને વિશેષજ્ઞ શિક્ષાવિદો સાથે પરામર્શ કર્યું.’તેના લેબલ પર લખ્યું છે, ‘લાહોરની 1849ની સંધિથી 10 વર્ષીય મહારાજા દિલીપ સિંહ પંજાબના નિયંત્રણ સાથે-સાથે હીરાને રાણી વિક્ટોરિયાને સોંપવા માટે મજબૂર થયા. 


ગ્રાફિક્સ દ્વારા બતાવવામાં આવ્યો છે કોહિનુરનો ઈતિહાસ!

વિજયના પ્રતીક તરીકે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો હતો. કોહિનુરને ગોલકુંડાની ખાણમાંથી કાઢવામાં આવ્યો છે તેવી માહિતી ગ્રાફિક્સમાં બતાવવામાં આવી છે. તે બાદ મહારાજા દિલીપ સિંહ એક તસવીરમાં તેને ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સોંપતા દેખાય છે. બીજી એક તસવીર શેર કરવામાં આવી હતી જેમાં કોહિનુર બ્રિટનની રાણીના તાજમાં જોવા મળે છે. આ પ્રદર્શન કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેક વખતે લંડનના ટાવરમાં યોજાયો હતો.   


વિવાદોમાં ઘેરાયેલો છે કોહિનુર હીરાનો ઈતિહાસ!

કોહિનુર હીરાને લઈ અલગ અલગ દેશોએ પોતાનો હોવાનો દાવો કર્યો છે. કોહિનુર હીરાનો ઈતિહાસ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાન સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવી રહ્યું છે. કોહિનુર અંગે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે મુગલ રાજા મોહમ્મદ શાહ રંગીલા પાસેથી હીરો ફારસના રાજા નાદિર પાસે આવ્યો હતો. તે બાદ બળજબરીથી અફઘાની હુમલાખોર અહેમદ શાહે નાદિર પાસેથી છીનવી લીધો હતો. તે બાદ તે હીરો મહારાણા રણજીત સિંહે અફઘાનિસ્તાનના અમીર શાહ પાસેથી હીરો મેળવ્યો હતો. તે બાદ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના લોર્ડ ડલહોજી અને મહારાણા દિલીપ સિંહ વચ્ચે સમજૂતી થઈ હતી અને કોહિનુર હીરાને સમજોતી અંતર્ગત આપી દેવામાં આવ્યો હતો. આ મામલે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મહારાણા રણજિત સિંહે રાણી વિક્ટોરિયાને ભેટ આપી હતી.  





ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?