૧૧ માર્ચ ૨૦૨૫નાં દિવસે અમેરીકન ઈન્ટેલિજન્સના ઈતિહાસની એટલી મોટી ભુલ થઈ જેણે જેમ્સ બોન્ડ, હોલિવુડ જેવી અનેક અમેરીકન સિરીઝ જેમાં સીઆઈએ કે અમેરીકન ઈન્ટેલિજન્સ નેટવર્ક માટે જેટલી ભારે છવી બનાવી હતી એનાં પર ખુબ મોટું પ્રશ્નાર્થ મુકી દીધું. ખુબ સામાન્ય લાગે એવી માનવીય ભુલનાં કારણે અમેરીકાનો યુદ્ધ પ્લાન આખી દુનિયા સામે હતો. ધ એટલાન્ટીક નામે ન્યૂઝ પ્રકાશનના જર્નાલિસ્ટ જેફ ગોલ્ડબર્ગને ૧૧મી માર્ચ ૨૦૨૫એ એક સિગ્નલ ગૃપમાં જોડાવવા માટે ઈન્વાઈટ મળે છે. સિગ્નલ એ વ્હોટ્સએપ જેવું જ એક ચેટ પ્લેટફોર્મ છે. ગૃપનું નામ હું હુતી પીસી સ્મોલ ગૃપ. આ સિગ્નલ ગૃપમાં જેફ ગોલ્ડબર્ગ સિવાય હતા યુનાઈટેડ સ્ટેટ્સના વાઈસ પ્રેસિડેન્ટ જે.ડી.વાન્સ, ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથ, સેક્રેટરી ઓફ સ્ટેટ, સીઆઈએ ડિરેક્ટર, નેશનલ ઈન્ટેલિજન્સના તુલસી ગબાર્ડ જેવા અમેરીકાના ટોચનાં ૧૮ માણસો અને એમાં ચર્ચા થઈ રહી હતી હુતી આક્રમણકારો પર હુમલાની.
૧૫ માર્ચના રોજ પીટ હેગસેથે ચેટમાં યમન પર હુમલાની વિગતો શેર કરી, જેમાં હવાઈ હુમલાનો સમય (11:44 AM ET), ઉપયોગમાં લેવાતા હથિયારો (F-18 ફાઈટર જેટ્સ અને MQ-9 ડ્રોન્સ) અને લક્ષ્યોની ચોક્કસ માહિતી હતી. આ માહિતી હુમલાના બે કલાક પહેલાં શેર કરવામાં આવી હતી. શરૂઆતમાં તો ગોલ્ડબર્ગને એ ના સમજાયું કે આટલા સંવેદનશીલ અને નેશનલ સિક્યુરીટીના મુદ્દા વાળા ગૃપમાં એક પત્રકાર એટલે કે એ પોતે શું કરી રહ્યા છે. આ જ વિષય પર કોઈ જ ઈન્ફોર્મેશન બહાર પાડ્યા વગર એમણે ધ એટલાન્ટિકમાં એક આર્ટીકલ પબ્લીશ કર્યો, એક આર્ટીકલ સામે આવતાની સાથે જ એનએસએનાં અધિકારીએ કહી દીધું કે આ એમની ભુલ હતી, બીજા નામથી ગોલ્ડબર્ગનો નંબર સેવ હતો, અને એમને ભુલથી એડ કરી દેવાયા છે, સેનેટની સામે દેશનાં અધિકારીઓને એક પછી એક રજૂ કરાયા, રીતસરથી ગ્રીલ કરાયા અને પુછાયા એ પ્રશ્નો જેનાં જવાબ જાણવાની યુએસની જનતા હકદાર હતી, પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાને નાની માનવીય ક્ષતિ ગણાવી અને કહી દીધુ કે એમાં કોઈ જ સંવેદનશીલ જાણકારી નહોતી, આ પ્રતિક્રીયા આવતાની સાથે જ ધ એટલાન્ટીકે સ્ક્રીન શોટ સાથે, હુમલાની વિગતો જે શેર કરાઈ હતી એ માહિતી સાથે બીજો એક આર્ટીકલ પબ્લિશ કરી દીધો. કારણ અને દલીલ બંને ટાળી શકાય એમ નહોતા કે આ ઘટના જનતા માટે જાણવી જરૂરી છે, કારણ કે તે સરકારની બેદરકારી અને સંભવિત જોખમોને ઉજાગર કરે છે. કારણ કે આ તો અમેરીકન જર્નાલિસ્ટ હતા, પણ એમની જગ્યાએ જો કોઈ બીજું એવું વ્યક્તિ હોત જે હુમલા પહેલા જ એની જાણકારી પબ્લિશ કરી દેતું તો. જ્યાં સુધી આર્ટીકલ પબ્લીશ ના થયો ત્યાં સુધી એ ગૃપમાં રહેલા બીજા કોઈ જ માણસોને આનો અંદેશો પણ ના આવે એને બેદરકારી સિવાય બીજુ શું નામ આપી શકાય.
ઈઝરાયેલની જેમ અમેરીકા પણ પોતાનાં ઈન્ટેલ માટે જાણીતું છે. એમના સાથી રાષ્ટ્રો અને બાકીની આખી દુનિયા માને છે કે અમેરીકન ઈન્ટેલિજન્સ સોલીડ રીતે કામ કરે છે, પણ શું અમેરીકાના આટલા મોટા અને દુનિયાની શાંતિ માટે જવાબદાર અધિકારીઓ વ્હોટ્સએપની જેમ સિગ્નલ પર એક ગૃપ બનાવીને, એમાં કોણ કોણ એડ થયેલું છે એ જોવાની દરકાર કર્યા વિના સતત એક અઠવાડીયા સુધી યમન પર હુમલાની તૈયારી કરતા રહ્યા. હવે અમેરીકન સેનેટર આ ઈન્ટેલિજન્સ ઓફીસર્સને ગ્રીલ કરી રહ્યા છે એ પ્રશ્ન સાથે કે તમે અમેરીકન ઈન્ટેલીજન્સની દુનિયા સામે મજાક બનાવી નાખી.