કોન્ટ્રાક્ટ પર શિક્ષક બનવા જઈ રહેલા યુવાનનો પત્ર!


  • Published By :
  • Published Date : 2023-07-12 18:20:32

રાજ્યમાં શિક્ષકોની વ્યાપક ઘટ છે જેના કારણે રાજ્ય સરકારે જ્ઞાન સહાયક યોજના અમલમાં મૂકી દીધી છે. આ યોજના હેઠળ 25,000 જ્ઞાન સહાયક તેમજ 5000 ખેલ સહાયકની ભરતી કરવામાં આવશે. આ ભરતી માત્ર 11 માસના કરાર આધારિત થવાની છે. કાયમીના બદલે કરાર આધારિત ભરતી હોવાથી રાજ્યના યુવાનોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. આ યુવાનો પૈકીના એક યુવકે જમાવટને સુંદર નિબંધ લખીને મોકલ્યો છે. આ નિબંધમાં તે યુવાને આકરા શબ્દોમાં તેનો આક્રોશ વ્યક્ત કર્યો છે, તો આવો જાણીએ તે યુવાને પત્રમાં શું લખ્યું છે?


'અંધેરી નગરી ને ગંડુ રાજા 

ટકે શેર ભાજી ટકે શેર ખાજા ' , 'વાડ થઈ ને ચિભડા ગળે '

  

NEP 2020 સાંપ્રત સમયે શિક્ષણમાં પણ કરાર આધારિત શિક્ષકો લેવાનો ઠરાવ થઈ ગયો છે. વાત વિચારવા જેવી છે જે શિક્ષક જ નિશ્ચિત નહિ હોય તે આવનાર ભારતના વિદ્યાર્થી ઓને ઉત્તમ નાગરિક કઈ રીતે બનાવશે. 


1964ની પ્રથમ શિક્ષણનીતિના અધ્યક્ષ પ્રો. કોઠારી એ સૂચવ્યું હતું 'ભારતનું ભાવિ તેના વર્ગ ખંડોમાં ઘડાઈ રહ્યું છે.' પણ હાલ વર્તમાન પરિસ્થિતિ જોતા તો, 'ભારતનું ભાવિ રંધાઈ રહ્યું છે.'  


પ્રવાસી ,જ્ઞાન સહાયક  તેમ ઘણું હજી આવશે આપણે ક્યાંક આવી ટ્રસ્ટીઓ અને રાજકારણના રમકડાં ન બનીએ તો સારું


GPSC લેવલની આ પરીક્ષા પાસ કરીને પણ કોન્ટ્રાકટ નોકરીમાં જવાનું જે આ રસ્તા બતાવી રહ્યા છે તે ભવિષ્યમાં તેમને પણ નડશે.


ધીરેધીરે કલેકટર , સચિવ, અગ્ર સચિવ , મદદનિશ ઈજનેર વગેરે અગિયાર માસ કરાર આધારિત થશે શું?


અધિકારીઓ અને પદાધિકારીઓ ભેગા મળી ને તેમના રોટલા શેકી રહ્યા છે તે પણ શિક્ષિત બેરોજગારીનો આ રીતે મજાક બનાવીને ...


રાષ્ટ્ના વિકાસ માટે ઉદારીકરણ, ખાનગીકરણ જરૂરી છે પણ પ્રજાનું મારણ કાઢી ને નહીં.


આપણે વિકાસની વાત કરતા કરતા ક્યાંક અધોગતિ તરફતો નથી ઘણા સવાલો થાય મનમાં કારણ ભણેલો ગણેલો પરીક્ષા પાસ કરેલો બેરોજગાર છું !


શું? ખરી લોકશાહી ,આ કહેવાય જે લિંકન ને બતાવી હતી

' લોકોથી લોકો દ્વારા લોકો માટે ચાલતી ' કે પછી... તમે સમજી ગયા હશો ...


સારા પાસા હોય પણ ખરાબ પણ હોય અહીં કરાર આધારિત નોકરીમાં શિક્ષક તરફી એક પણ સારું પાસું નથી તે સ્વીકારવું રહ્યું ...અંતે એટલું કહું ' ભરોંસા ની ભેંસે પાડો જણ્યો'


'કરાર આધારિત શિક્ષકની વ્યથા ' નિબંધ પુછાય તો  તેવું વિચારીને આ લખ્યું તમને ગમ્યું કે નહીં ...


નિર્ણય સારો પણ 11 મહિનાના કરાર પછી યુવાનોનું શું થશે?


રાજ્ય સરકાર 30 હજાર શિક્ષકોની ભરતી કરવાની છે તે પ્રસંશનિય છે, લાંબા સમયથી બેરોજગાર બેસી રહેલા યુવાનોને રોજગારી મળશે.સરકારના આ નિર્ણયથી શિક્ષકોની ઘટની સમસ્યા નહીં રહે અને વિદ્યાર્થીઓને પણ સારૂં શિક્ષણ મળશે. જો કે રાજ્ય સરકારે જ્ઞાન સહાયકોની વ્યથા પણ સમજવી જોઈએ. આ લોકો 50 હજાર જેટલી મોટી રકમની ટ્યુશન ફી આપીને શિક્ષક બન્યા છે તેમને 11 મહિનાના કરાર પર નોકરી આપવામાં આવે તે કેટલું યોગ્ય છે. શિક્ષક તરીકે પસંદગી પામનારા ઉમેદવારોને પ્રાથમિક વિભાગમાં 21,000 રૂપિયા, માધ્યમિક વિભાગમાં 24,000 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 26000 ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે તે બરાબર છે પણ નિવૃતિના અન્ય કોઈ લાભ ન મળે તે કેટલું યોગ્ય કહીં શકાય? જ્ઞાન સહાયકોની કામગીરીનો 11 મહિનાનો સમયગાળો પૂરો થતાં કરાર આપોઆપ રદ થશે  ત્યારે ફરી બેરોજગાર થયેલા આ યુવાનોનું શું થશે તે મુઝવતો પ્રશ્ન છે. રાજ્ય સરકારે આ મુદ્દે પણ ગંભીરતાથી વિચારવાની જરૂર છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?