જાણો શા માટે ગણપતિજીને નથી અર્પણ કરાતા તુલસીના પાન, જાણો તેની પાછળ રહેલો ઈતિહાસ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-21 16:43:41

આપણા ધર્મમાં તુલસીને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને તુલસી ચઢાવવાથી તેઓ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. ભગવાન વિષ્ણુની પૂજામાં તેમજ પ્રસાદી પર તુલસીના પાન અવશ્ય મૂકવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે ગણપતિ ભગવાનની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ કરવાનું શાસ્ત્રોમાં નિષેધ ગણવામાં આવ્યું છે. 


ગણપતિ સામે તુલસીએ મુક્યો હતો વિવાહનો પ્રસ્તાવ 

પૌરાણીક કથા અનુસાર એક વખત ગંગાના કિનારે ભગવાન ગણપતિ તપ કરી રહ્યા હતા. તે દરમિયાન લગ્નની ઈચ્છતા ધરાવતી તુલસી નામની કન્યા ત્યાંથી પસાર થઈ. ગણેશજી ચંદનનો લેપ લગાવી રત્ન જડિત સિંહાસન પર બેઠા હતા રત્ન અને હીરા જડિત હાર પહેરેલી મનમોહક છબી જોઈને તુલસીજીને તેમની સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ. તુલસીજીનું મન તપમાં લીન એવા ગણપિતજીને જોઈને આકર્ષિત થયું. તપમાંથી જગાડીને તુલસીએ ભગવાન ગણપતિ સમક્ષ પોતાનો વિવાહ પ્રસ્તાવ રજૂ કર્યો. તપભંગ થવાથી ભગવાન ગણપતિ ક્રોધિત થયા અને લગ્નના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો. ગણપતિના મુખેથી ના સાંભળ્યા બાદ તુલસીજી દુખી થયા અને ક્રોધિત થઈ ભગવાન ગણેશને બે લગ્ન થવાનો શ્રાપ આપી દીધો.


ગણપતિજીની પૂજામાં નથી કરાતો તુલસીનો ઉપયોગ 

તો બીજી તરફ ગણેશજીએ પણ શ્રાપ આપતા તુલસીજીને કહ્યું કે તારા લગ્ન અસુર સાથે થશે. આ શ્રાપ સાંભળીને તુલસીજીએ ભગવાન ગણેશની માફી માગી. ક્ષમાની પ્રાર્થના સાંભળી ભગવાન ગણેશે તેમને આશીર્વાદ આપતા કહ્યું કે કળિયુગમાં તુલસી જીવન અને મોક્ષ આપનારી હશે. પરંતુ સાથે સાથે તેમણે એ પણ કહ્યું કે મારી પૂજામાં તુલીસનો ઉપયોગ નહીં કરવામાં આવે. આ જ કારણોસર ભગવાન ગણપતિને તુલસીનું પાન કર્યારે પણ અર્પણ કરવામાં આવતું નથી. અને એવું પણ માનવામાં આવે છે કે જ ભૂલમાં પણ ભગવાનને તુલસી અર્પણ કરવામાં આવે છે તો તે પૂજાનું વિશેષ ફળ મળતું નથી. જો યોગ્ય રીતે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે તો ભગવાન ગણપતિના આશીર્વાદ હંમેશને માટે ભક્તો પર રહેતા હોય છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?