ગઈકાલે ઝાંસી નજીક અતીક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. અસદની સાથે બીજા એક વ્યક્તિનું એન્કાઉન્ટર પણ કરવામાં આવ્યું હતું. તે હતો ગેંગસ્ટર ગુલામ. ગુલામને પણ એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. ત્યારે આ મામલે અતિક અહેમદની પ્રતિક્રિયા તો આપણે જોઈ પણ હવે ગુલામની માતાની પ્રતિક્રિયા સામે આવી છે. દીકરાના મોત બાદ ગુલામની માતાએ કહ્યું કે દીકરાએ ખોટું કામ કર્યું છે તો ખોટા કામનું ખોટું જ પરિણામ આવવાનું છે. યોગી સરકારે જે કર્યું તે યોગ્ય કર્યું છે.
ખોટું કામ કર્યું તો ખોટું પરિણામ જ આવવાનું - ગુલામની માતા
જ્યારે કોઈ માતા પોતાના પુત્ર માટે આવું કહેતી હોય તે આશ્ચર્યજનક વાત છે. ગુલામની માતાએ કહ્યું કે અનેક વખત ગુલામને હાથ જોડીને સમજાવ્યો પરંતુ તે માન્યો નહી. ગુલામની માતાએ કહ્યું કે તકલીફ તો થઈ, સંતાન તો હતું પણ ખોટું કામ કર્યું છે તો ખોટુ પરિણામ તો આવવાાનું જ છે. ખોટા કામ કર્યા છે તો એન્કાઉન્ટર કર્યું તો ઠીક જ કર્યું છે. અમે તેની લાશ પણ લેવા જવાના નથી. તેને જોવાની હવે તાકાત નથી.
લાશ સ્વીકારનો પરિવારે કર્યો ઈન્કાર
માતાની સાથે સાથે ગુલામના ભાઈએ પણ કંઈક આવી જ વાત કહી હતી. ગુલામના કારસ્તાનથી ગુલામનો પરિવાર પણ નારાજ છે તેવું લાગી રહ્યું છે. ગુલામના ભાઈએ કહ્યું કે સરકારે જે પણ કામ કર્યું છે તે સારું કર્યું છે. અમે પણ પોલિટિક્સમાં રહ્યા છીએ. અમે સમાજ સેવી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમે લોકો મૃતદેહનો સ્વીકાર નહીં કરીએ. અમે અંતિમ સંસ્કારમાં પણ ભાગ નહીં લઈએ. માં એ હમેશાં ત્રણેય ભાઈઓને સારા રસ્તા પર ચાલવું અને સારા કામ કરવાની સલાહ આપી છે. પરંતુ ગુલામે તો ઉધું જ કરી નાખ્યું.ભાઈએ કહ્યું કે તેના કારણે પરિવાર વિખેરાઈ ગયો.