26મી જાન્યુઆરીના દિવસે આપણે ગણતંત્ર દિવસની ઉજવણી કરતા હોઈએ છીએ. 26 જાન્યુઆરીના દિવસે સંવિધાન લાગુ કરવામાં આવ્યું હતું જેને કારણે ભારત લોકતાંત્રિક દેશ બન્યું હતું. ભારતનું સંવિધાન દુનિયાનું લાંબુ હસ્તલિખીત સંવિધાન છે. આપણા સંવિધાનની પુસ્તકને કે ગેસ ચેમ્બરમાં સાચવીને રાખવામાં આવી છે.
1949માં સંવિધાન અપનાવાયું
15 ઓગસ્ટ 1947માં ભારત દેશ આઝાદ થયો હતો. પરંતુ ભારતનું સંવિધાન 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું. આ વર્ષે દેશ 74મો ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે. 1947માં આઝાદી મળ્યા બાદ સંવિધાન નિર્માણની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. 1949ના રોજ સંવિધાનને અપનાવામાં આવ્યું હતું.
26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરાયું સંવિધાન
નવેમ્બર 1949માં સંવિધાન સભાએ સંવિધાનને અપવાની લીધું હતું. પરંતુ પ્રશ્ન એ થાય કે જો સંવિધાન નવેમ્બરમાં અપનાવામાં આવ્યું હતું તો જાન્યુઆરીમાં લાગુ કેમ કરવામાં આવ્યું? તો જવાબ એ છે કે 26 જાન્યુઆરી 1930ના રોજ કોંગ્રેસે ભારતને પૂર્ણ સ્વરાજ ઘોષિત કરી લીધું હતું. આ દિવસને યાદ કરવા 26 જાન્યુઆરી 1950માં સંવિધાન લાગુ કરવામાં આવ્યું હતું. સંવિધાન લાગુ કરવામાં આવતા ભારત લોકતાંત્રિક દેશ બની ગયો હતો.
વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવેલા ચેમ્બરમાં સચવાયું છે સંવિધાન
ભારતનું સંવિધાન હસ્તલિખિત સંવિધાન છે જેને કારણે બીજા બધા દેશો કરતા સંવિધાન અલગ છે. મૂળ કૃતિમાં સંવિધાનના દરેક પાનામાં સોનાની પાંદડી વાળી ફ્રેમ છે. હાથથી બનેલા કાગળો પર સંવિધાન લખવામાં આવ્યું હતું. સંવિધાનની મૂળભૂત કૃતિને સાચવવા વિશેષ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. 90ના દાયકાથી સંવિધાનની મૂળ કૃતિને સંસદભવનના પુસ્તકાલયમાં વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવેલા ચેમ્બરમાં પુસ્તકને સુરક્ષિત રાખવામાં આવી છે.