સમગ્ર દેશમાં આજે પરાક્રમ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 23 જાન્યુઆરીના રોજ પરાક્રમ દિવસની ઉજવણી કરાય છે. આ દિવસે નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો હતો. વર્ષ 2021માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 જાન્યુઆરીના રોજ પરાક્રમ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. આ દિવસની ઉજવણી દ્વારા સ્વતંત્રતા સંગ્રામની ચળવળને યાદ કરવામાં આવે. બાળકો આઝાદીની લડાઈ વિશે જાણે તે હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
સુભાષચંદ્ર બોઝની યાદમાં ઉજવાય છે પરાક્રમ દિવસ
નેતાજી સુભાષચંદ્ર બોઝે પોતાના જીવનકાળ દરમિયાન આઝાદી માટે લડાઈ લડી હતી. સ્વતંત્રતા આંદોલનની લડાઈ માટે તેમણે આઝાદ હિંદ ફોઝનું ગઠન કર્યું હતું. ભારતને આઝાદ કરાવા પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું હતું. આઝાદીની જંગમાં તેમના યોગદાન અને તેમના પરાક્રમને યાદ કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
2021માં આ દિવસને ઉજવવાની ઘોષણા થઈ
તુમ મુજે ખુન દો, મેં તુમહે આઝાદી દુંગાનો નારો સુભાષચંદ્ર બોઝે આપ્યો હતો. આ નારો સાંભળતા જ અનેરો ઉત્સાહ જાગી જાય છે. તેઓ કહેતા હતા કે જિસકે અંદર સન નહીં હોતી, વહ કભી મહાન નહીં બન સકતા. ઉપરાંત તેઓ માનતા હતા કે સૌથી મોટો અપરાધ અન્યાયને સહવાનો છે અને ખોટાની સાથે સમજાવટ કરવાનો છે. આજની પેઢી સુધી નેતાજીના વિચાર પહોંચાડવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
વડાપ્રધાન મોદીએ નેતાજીને પાઠવી શ્રદ્ધાંજલિ
અનેક રાજનેતાઓએ સુભાષચંદ્ર બોઝને તેમની જન્મજયંતી પર યાદ કર્યા છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ આપી છે. પીએમએ લખ્યું કે આજે પરાક્રમ દિવસ પર નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. અને દેશ માટે કરેલા અતુલ્નીય યોગદાનને યાદ કરું છું. તેમના વિચારોથી ઘણો પ્રભાવિત છું. ભારત માટેના તેમના વિઝનને હકીકત બનાવા અમે કામ કરી રહ્યા છીએ.
રાહુલ ગાંધી અને ખડગેએ પણ નેતાજીને કર્યા યાદ
તે સિવાય અમિત શાહે પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તે સિવાય કોંગ્રેસના અનેક નેતાઓને પણ તેમણે યાદ કર્યા હતા. રાહુલ ગાંધી, તેમજ મલ્લિકાર્જુન ખડગે તેમને યાદ કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમનું સાહસ અને દેશભક્તિ આજે પણ દરેક ભારતીયને દેશની આઝાદી અને રક્ષા કરવા માટે પ્રેરિત કરે છે.