દર વર્ષની 21 નવેમ્બરના રોજ વર્લ્ડ ટેલિવિઝન ડેની ઉજવણી કરવામાં આવે છે. ટેલિવિઝનનું આપણા જીવનમાં તેમજ ઈન્ફરમેશન પહોંચાડવામાં અનેરુ મહત્વ રહેલું છે. અંદાજીત 95 વર્ષ પહેલા ટેલિવિઝનની શરૂઆત થઈ હતી. ટેલિવિઝનની લોકપ્રિયતા ધીરે ધીરે વધતી ગઈ. લોકો ટેલિવિઝન જોવાનું પસંદ કરવા લાગ્યા. ટેલિવિઝન દ્વારા લોકોને માહિતી મળવા લાગી હતી જેને કારણે UN General Assemblyએ 17 ડિસેમ્બર 1996માં જાહેરાત કરી કે 21 નવેમ્બરે વર્લ્ડ ટેલિવિઝન ડે ઉજવવામાં આવશે.
આજે દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ હોય છે પરંતુ આપણા જીવનમાં ટેલિવિઝનનું વિશેષ સ્થાન રહેલું છે. પરંતુ જ્યારે ટેલિવિઝનનો આવિષ્કાર થયો તે સમય દરમિયાન રેડિયો માત્ર મનોરંજનનું સાધન હતું. રેડિયોની બોલબાલા વચ્ચે ટીવીની શરૂઆત થતા લોકોએ ટીવીને લઈ વિરોધ કર્યો હતો. પરંતુ સમયની સાથે સાથે લોકોની રૂચી ટીવી પ્રત્યે વધવા લાગી. અને ટીવીએ આપણા જીવનમાં એક મહત્વનું સ્થાન લઈ લીધું હતું.
ટેક્નોલોજી જેમ જેમ વિકસીત થતી રહી તેમ તેમ ટીવીની સાઈઝમાં પણ ચેન્જ આવવા લાગ્યો છે. આપણા જીવન પર અને સમાજ પર ટેલિવિઝનની ઘણી અસર પડે છે. ટીવીમાં જે માહિતી આપવામાં આવે છે તેની સીધી અસર આપણા જીવન પર થતી હોય છે. ટીવી પર માહિતીની સાથે સાથે મનોરંજન પણ પીરસવામાં આવે છે. આપણા જીવનમાં વધતા ટેલિવિઝનનું મહત્વ જોતા વર્લ્ડ ટેલિવિઝન ફોરમની રચના કરવામાં આવી હતી. આ ફોરમ બનાવા પાછળનો ઉપદેશ્ય એ હતો કે બદલાતા વિશ્વમાં ટીવીના યોગદાનને લોકોની સમક્ષ લાવવાનો હતો.