26 નવેમ્બરને ભારતમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણને મળેલા સંવૈધાનિક મૂલ્યોને પ્રોત્સાહન મળે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતના સંવિધાનને દુનિયાનું સૌથી મોટું સંવિધાન માનવામાં આવે છે. આપણને મળતા તમામ અધિકાર આપણા આ સંવિધાનમાં સુરક્ષિત છે. સંવિધાન રાષ્ટ્રનો સર્વોચ્ચ કાનૂન છે. દરેક નાગરીકને પોતાના અધિકારની જાણકારી મળે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જોઈએ સંવિધાનનું મહત્વ.
ભારતને આઝાદી મળ્યા બાદ દેશને કેવી રીતે ચલાવવો તે માટે સંવિધાનની રચના કરવામાં આવી હતી. ભારતે ઓપચારીક રીતે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણને અપનાવ્યું હતું. જ્યારે 26 જાન્યુઆરી 1950ના રોજ તેની અમલી કરવામાં આવી હતી. ભારતનું બંધારણ ઘડવા માટે અંદાજીત બે વર્ષથી વધુનો સમય લાગ્યો હતો. બંધારણ બનાવામાં સૌથી મોટો ફાળો ડો.ભીમરાવ આંબેડકરનો અને તેમની ટીમનો માનવામાં આવે છે. આ સંવિધાનમાં મૂળભૂત અધિકારની ચર્ચા કરવામાં આવી છે, મતાધિકાર કયા વર્ષે કરવું તે અંગે ચર્ચા કરવામાં આવી છે, ધર્મ નિરેપક્ષ, સાર્વભૌમત્વ જનતાના હાથમાં, એક જ નાગરિકતા વગેરેની ચર્ચા કરવામાં આવી છે.
ભારતના સંવિધાનની અનેક વિશિષ્ઠાઓ છે. ત્યારે સંવિધાન સાથે જોડાયેલી રસપ્રદ વાતો જાણીએ. ભારતીય સંવિધાનને વિશ્વનું સૌથી મોટુ લેખિત સંવિધાન માનવામાં આવે છે. આપણા સંવિધાનને વિવિધ દેશોના સંવિધાનમાંથી બનાવામાં આવ્યું છે. આપણા સંવિધાનની ઓરિજીનલ કોપી ટાઈપ થયેલી નથી. આપણા સંવિધાનને પ્રેમ નારાયણ રાયજાદાએ પોતાના હાથથી લખ્યું છે. સંવિધાનની અસલી કોપી હિન્દી અને અંગ્રેજી એમ બંને ભાષામાં લખવામાં આવી છે. ઉપરાંત સંવિધાનમાં 395 અનુચ્છેદ, 22 ખંડ અને 8 અનુસૂચિ છે. સંવિધાનમાં કુલ 145000 શબ્દો છે. સંવિધાન દિવસ પર નરેન્દ્ર મોદીએ સંવિધાનના ઘડવૈયાને યાદ કર્યા છે.Today, on Constitution Day, we pay homage to those greats who gave us our Constitution and reiterate our commitment to fulfil their vision for our nation. pic.twitter.com/eKVwA7NdaB
— Narendra Modi (@narendramodi) November 26, 2022