સત્યપાલ મલિક ગત બે વર્ષથી કેન્દ્રની મોદી સરકાર સામે અનેક નિવેદનો આપી રહ્યા છે. ખાસ કરીને ખેડૂત આંદોલન બાદ તો સત્યપાલ મિલેક સીધા પ્રધાનમંત્રી મોદી પર જ આરોપ લગાવી રહ્યા હતા. હવે કેન્દ્ર સરકારના આદેશથી સીબીઆઈ સત્યપાલ મલિકની 300 કરોડની લાંચ કેસમાં પૂછપરછ કરી રહી છે. જાણો સમગ્ર વિગત...
બિહાર, જમ્મુ-કાશ્મીર અને મેઘાલયના રાજ્યપાલ રહી ચૂકેલા સત્યાપાલ મલિકની સીબીઆઈ પૂછપરછ કરી રહી છે. 4 ઓક્ટોબરે સત્યપાલ મલિકે પોતાનો પાંચ વર્ષનો રાજ્યપાલ પદનો કાર્યભાર પૂર્ણ કર્યો હતો. ત્યાર બાદ ગત બે દિવસથી સીબીઆઈ તેમના કાર્યાલય પર છાપા મારી પૂછપરછ કરી રહી છે.
સરકાર સામે અવાજ ઉઠાવશો તો થશે કાર્યવાહી
સત્યપાલ મલિક ગત 2 વર્ષથી જાહેરમાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા હતા. પંજાબ ખેડૂતોના રાષ્ટ્રવ્યાપી વિરોધ બાદ તેઓ સરેઆમ મોદી સરકારની આલોચના કરતા નજરે પડતા હતા. જાહેર મંચ પરથી અનેકવાર સત્યપાલ મલિકે મોદી સરકાર પર બેફામ નિવેદનો આપ્યા હતા. ગત બે દિવસથી સત્યપાલ મલિક પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ આ કાર્યવાહી 300 કરોડની લાંચને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે.
સત્યપાલ મલિક પર કેટલા આક્ષેપ લગાવ્યા છે?
સીબીઆઈએ સત્યપાલ મલિક પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે તેના કારણે બે ફરિયાદ નોંધાવાઈ છે. જેમાં સરકારી કર્મચારી માટે એક સામુહિક વીમા યોજના અને પૂર્વવર્તી રાજ્યમાં જળવિદ્યુત યોજના સંબંધિત 2200 કરોડ રૂપિયાના સિવિલ કામગીરીમાં ઠેકો લેવા મામલે આક્ષેપો લાગ્યા છે.