જાણો મંદિરમાં અને પૂજા દરમિયાન કેમ કરવામાં આવે છે ઘંટનાદ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-25 14:22:48

હિંદુ ધર્મમાં દરેક વસ્તુને મહત્વ આપવામાં આવ્યું છે. અનેક વસ્તુઓનો પૂજામાં ઉપયોગ પણ કરવામાં આવે છે. આપણે પૂજા દરમિયાન ઘંટડી વગાડતા હોઈએ છીએ. ઘંટડીનો નાદ કર્યા વગર પૂજા અધૂરી ગણવામાં આવે છે. ઘરમાં પણ ઘંટડી રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે ઘંટડીનો નાદ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને સકારાત્મકતાનું આગમન થાય છે.

આપણે જ્યારે મંદિરમાં જઈએ છીએ ત્યારે ઘંટડીનો નાદ અવશ્ય કરતા હોઈએ છીએ. ઉપરાંત પૂજા કરતી વખતે પણ ઘંટનો નાદ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે ઘંટડીનો નાદ ભગવાનને પ્રિય હોય છે. ઘંટનો નાદ કરવાથી શુભતા ઘરમાં આવે છે ઉપરાંત વાતાવરણ પણ શુદ્ધ બને છે. ઘંટડીના રણકારથી માનસિક શાંતિ મળે છે ઉપરાંત આધ્યાત્મિકતા પણ વધે છે. એવું પણ માનવામાં આવે છે કે મંદિરમાં જ્યારે આપણે ઘંટ વગાડીએ છીએ તો મૂર્તિની ચેતનામાં વધારો થાય છે. મૂર્તિનું તેજ વધે છે.

પૂજા ઘરની આ ગરુડ ઘંટડી ધરાવે છે 10 રહસ્યો, જેનાથી તમને


એટલા જ માટે મંદિરોમાં ઘંટ મૂકવામાં આવે છે. આપણે જેમ કોઈના ઘરે જઈએ છીએ તો પહેલા ડોર બેલ વગાડીએ છીએ. તેવી જ રીતે મંદિરમાં દર્શન કરતી પહેલા ઘંટ વગાડવો જોઈએ. ઘંટને આપણી હાજરી ચિન્હ પણ માની શકાય. એવું પણ માનવામાં આવે છે કે જો તમે ઘંટ વગાડો છો તો તમારી હાજરીની નોંધ ભગવાન દ્વારા લેવામાં આવે છે. ઉપરાંત ભગવાન સંમક્ષ જ્યારે પણ નૈવેદ્યનો ભોગ લગાવામાં આવે છે તે દરમિયાન પણ ઘંટનાદ કરવામાં આવે છે. 

इस वजह से मंदिर या घरों में रखी जाती है घंटी | NewsTrack Hindi 1

ઘંટડી વગાડતી વખતે ‘આગમાર્થન્તુ દેવાનામ્ ગમનાર્થન્તુ ચ રાક્ષસામ્’ મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે. જેનો અર્થ થાય છે જ્યારે પણ આપણે ઘંટડીને વગાડી છીએ તેના કારણે દેવતાનું આગમન થાય છે અને રાક્ષસો ચાલ્યા જાય છે. ઘંટડીનો નાદ કરવાથી વાતાવરણમાં સકારાત્મકતા વ્યાપી ઉઠે છે. ઘંટડી વગાડવા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે કે જ્યારે આપણે ઘંટરવ કરતા હોઈએ છીએ તે દરમિયાન તેમાંથી જે ધ્વનિ એટલે કે તરંગો નિકળે છે તેનાથી વાતાવરણમાં રહેલા કિટાણુનો નાશ થાય છે. ઘંટની સાથે સાથે શંખ નાદ પણ કરવામાં આવે છે. ઘંટ નાદ વગર દરેક પૂજા અધૂરી ગણવામાં આવે છે. ઉપરાંત આરતી દરમિયાન તો ઘંટનાદ અવશ્ય કરવો જોઈએ. ઘંટનો ઉપયોગ કરતા પહેલા ઘંટની પૂજા કરવી જોઈએ. ઘંટને તિલક અને પુષ્પ અર્પણ કરવા જોઈએ. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?