ભગવાનની પૂજા દરમિયાન પૂજાની અનેક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે અગરબત્તીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ભગવાન સમક્ષ ધૂપ-અગરબત્તી, દીપ પ્રગટાવવામાં આવે છે. અનેક લોકો માને છે કે ઘરમાં અગરબત્તી કરવાથી ઘરમાં પોઝિટીવ એનર્જીનો વાસ રહે છે પરંતુ વાસ્તુમાં વાંસની અગરબત્તી કરવાને નિષેધ ગણવામાં આવી છે.
વાંસથી બનેલી અગરબત્તીનો ન કરવો જોઈએ ઉપયોગ
એવું માનવામાં આવે છે કે અગરબત્તી કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ રહે છે. અગરબત્તીને પ્રગટવાનું શુભ માનવામાં આવે છે. તેમાંથી નીકળતો ધુમાડો હવામાં રહેલા જીવાણુંનો નાશ કરે છે. એવું માનવામાં આવે છે કે ઘરની દક્ષિણ દિશામાં અગરબત્તી કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. પરંતુ વાંસથી બનેલી અગરબત્તીનો ઉપયોગ કરવાનું નિષેધ માનવામાં આવ્યું છે.
વંશ પર પડે છે આની અસર
વાંસની અગરબત્તી કરવાને અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે લગ્ન-વિવાહના કાર્યક્રમમાં મંડપ બનાવવામાં વાંસની લાકડીનો ઉપયોગ કરવામાં આવે છે. આ જ લાકડીથી અગરબત્તી બનતી હોય છે. પૂજામાં વાંસની અગરબત્તીનો ઉપયોગ કરવામાં આવે તો પૂજાને અશુભ માનવામાં આવે છે. હિંદુ શાસ્ત્રોના અનુસાર વાંસની લાકડીને પ્રગટાવવામાં આવે તો વંશની વૃદ્ધિ થતી નથી. તેનાથી ઘરની બરકત ઘટે છે. અને આ જ કારણોસર વાંસની લાકડીથી બનેલી અગરબત્તીનો ઉપયોગ નથી કરવામાં આવતો.