ગૂગલ દિવસો પ્રમાણે પોતાના ડૂડલ બદલતું રહે છે. ત્યારે આજે ગૂગલે અમેરિકન ભૂસ્તશાસ્ત્રી અને સમુદ્રી નકશાકાર Marie Tharpને યાદ કરીને પોતાનું ડૂડલ બદલ્યું છે. ખંડીય પ્રવાહના સિદ્ધાંતને તેમણે સિદ્ધ કરી બતાવ્યો હતો. ઉપરાંત તેમણે થર્પને એટલાન્ટિક મહાસાગરના ફ્લોરનો પ્રથમ વૈજ્ઞાનિક નક્શો પણ તેમણે બનાવ્યો હતો. તેમના દ્વારા કરવામાં આવેલા યોગદાનને કારણે આજે પણ તેમને યાદ કરવામાં આવે છે.
ડૂડલ પર ક્લિક કરી મેળવી શકાશે જાણકારી
અમેરિકન ભૂસ્તશાસ્ત્રી અને સમુદ્રી નક્શાકારને યાદ કરવા ગૂગલે પોતાનું ડૂડલ બદલ્યું છે. ગૂગલ તેમના જીવનની અને તેમના દ્વારા અપાયેલ યોગદાનની ઉજવણી કરી રહ્યું છે. દર્શકોને તેમના જીવન વિશે અને તેમની સિદ્ધી વિશે જાણકારી મળે માટે ગૂગલે સારી વ્યવસ્થા કરી છે. તેમની જાણકારી મેળવવા યુઝર્સે ફક્ત ડૂડલ પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ એક વીડિયો જેવું ઓપન થશે જેમાં તેમના દ્વારા કરાયેલ સંશોધનનો વિશે માહિતી આપવામાં આવશે.
તેમના યોગદાનને ગૂગલે કર્યું યાદ
21 નવેમ્બરના રોજ તેમનું નામ વિશ્વના મહાન નકશાલેખકોમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ જ દિવસે 20મી સદીના મહાન નકશાલેખકોની યાદીમાં લાઈબ્રેરી ઓફ કોંગ્રેસે તેમના નામનો સમાવેશ કર્યો હતો. જેને લઈ ગૂગલ આજે તેમની સિદ્ધીની ઉજવણી ડૂડલ રાખી કરી રહ્યું છે.